ભારત સાથે જણાવવાનું કે,ઉપરોકત વિષય અનુસંધાને આપશ્રીને જણાવવાનું કે વડગામના ધારાસભ્યશ્રી જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ગેરબંધારણીય રીતે અડધી રાત્રે અટકાયત કરીને પોતાના રાજયમાં લઈ ગયેલ છે. ભારત દેશ લોકતાંત્રીક દેશ છે, દેશ બંધારણથી ચાલે છે અને ભારતના દરેક નાગરીકને ડો.બાબા સાહેબ આંબેડકરે બંધારણીય હકકો આપેલા છે આ લોકશાહી દેશમાં દરેક નાગરીકને બોલવાનો અને પોતાના વિચારો રજુ કરવાનો અબાધીત હકક મળેલ છે, જેના સંદર્ભે જીજ્ઞેશ મેવાણીએ Twitter ના માધ્યમથી પોતાના વિચારો વ્યકત કરેલ હતા, જેનાથી રાજદ્રોહ કે દેશદ્રોહ કે અન્ય કોઈ ગુન્હો લાગુ પડતો નથી માત્રને માત્ર ભાજપની કેન્દ્ર સરકારના ઈશારે આસામ પોલીસે જીજ્ઞેશ મેવાણીની અટકાયત કરીને અવાજ દબાવવા માટેનો આ દિન પ્રયાસ છે, જેને આ લોકશાહી દેશમાં કયારેય ચલાવવામાં આવે નહી ભાજપની આ કેન્દ્ર સરકાર લોકશાહીનું ગળું દબાવી દેવા માંગે છે, જેના ભાગરૂપે જીજ્ઞેશ મેવાણીની અટકાયત કરવામાં આવી છે તો આપશ્રી ગુજરાત રાજયના મહામહીમ છો અને આપના જ રાજયના નાગરીકને ગેરબંધારણીય રીતે અડધી રાત્રે બીજા રાજયની પોલીસ અટકાયત કરીને લઈ જાય તો આપશ્રીની ફરજ બને છે કે આપના રાજયના નાગરીક એવા જીજ્ઞેશ મેવાણીને તત્કાલ છોડાવવામાં આવે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


