Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કડીપાણી સ્થિત જવાહર નવોદય વિદ્યાલય માં વર્ષ 2022 માં ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પરીક્ષા સંબંધી જરૂરી સૂચના ..

છોટાઉદેપુર જિલ્લાની કવાંટ તાલુકાના કડીપાણી ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલય માં વર્ષ 2022 ના વર્ષમાં ધોરણ 6 મા પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા અંગે  નવોદય વિદ્યાલયના આચાર્ય દ્વારા અખબારી યાદી મા જણાવવા આવ્યું છે કે વર્ષ 2022 માં ધોરણ 6 મા પ્રવેશ મેળવવા માટે ની પ્રવેશ પરીક્ષા 30 મી એપ્રિલ 2022 ના રોજ યોજાનાર છે ત્યારે અરજી કરેલ વિદ્યાર્થીઓના વાલીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે પરીક્ષા માટેના પ્રવેશ પત્ર જવાહર નવોદય વિદ્યાલય સમિતિની વેબ સાઇટ https://navodaya.gov.in/nvs/en/Home1 ઉપર આવેલ લિંક https://cbseitms.nis.in/ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે, વાલીઓને અનુરોધ કરવામાં આવે છે કે તેઓએ ડાઉનલોડ કરેલા પ્રવેશપત્ર ઉપર વિદ્યાર્થી હાલ જ્યા અભ્યાસ કરી રહ્યો છે તે શાળાના આચાર્યના સાગી સિક્કા ફરજીયાત કરાવવા અને પરીક્ષા સમયે પરીક્ષા કેન્દ્ર ઉપર સાથે લાવવાનું રહેશે,જે તે શાળાના આચાર્યના સહી સિકકા વિના ના પ્રવેશ પત્ર માન્ય નહીં ગણાય અને  વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દેવામા નહિ આવે,પ્રવેશ પત્ર પરીક્ષા કેન્દ્ર ઉપર જમા કરાવવાનું રહેશે,વિદ્યાર્થી ઈચ્છે તો એક કોપી વધારાની કઢાવીને પોતાની પાસે રાખી શકશે.વિદ્યાર્થીઓએ નિયત પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર પહોંચી જવાનું રહેશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *