Gujarat

છોટાઉદેપુર નગરના તમામ વિસ્તારોમાં ગણપતિદાદાના આગમનની રાહ જોતા શ્રદ્ધાળુઓ કોઈપણ શુભકામના ઘરોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે

છોટાઉદેપુર નગરના તમામ વિસ્તારોમાં ગણપતિદાદાના આગમનની રાહ જોતા શ્રદ્ધાળુઓ કોઈપણ શુભકામના ઘરોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને શ્રદ્ધાપૂર્વક ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે ભાદરવા માસની ચોથના દિવસથી દેશભરમાં ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે આ દિવસે ઠેર ઠેર વિવિધ મોરલાઓ મંડળો દ્વારા ગણપતિની મૂર્તિની સ્થાપના કરી ભક્તિ આરાધના કરવામાં આવે છે 10 દિવસ સુધી મંડળો દ્વારા વિવિધ કાર્યક્રમો કરી શ્રદ્ધાપૂર્વક ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે ગણેશ ઉત્સવને અરે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ગણપતિદાદાના આગમનની લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે તેમના આગમનની તૈયારીઓ લગભગ મંડળો દ્વારા પૂરી કરી દેવામાં આવી છે નગરના નવાપુરા ચોખંડી જૈન મંદિર લાઇબ્રેરી રોડ કિલ્લા રજપૂત ફળિયા ગંગેશ્વર મહાદેવ મોદી ડેલામાં પુરોહિત પડ્યા નવાપુરા પોસ્ટ ઓફિસ રાઠવા સોસાયટી ગુરુકૃપા સોસાયટી શ્રીજી સોસાયટી પાવર હાઉસ ફળિયા જેવા અનેક વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા ગણેશજીને આવકારવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે નગરના તમામ મંડળો ગણપતિ દાદા ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે નગરમાં મૂર્તિકારો પણ મૂર્તિઓનું વેચાણ કરવા ધામા નાખી દીધા છે લોકો પણ ગણપતિની મૂર્તિઓ ખરીદવાનું ચાલુ કરી દીધું છે જે મંડળો બહારગામ થી ખરીદીને લાવે છે તેવા મંડળો પણ મૂર્તિઓ લાવીને મૂકી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે હાલ નગરમાં ગણપતિદાદાના આગમન માટે શ્રદ્ધાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220828-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *