મંત્રીશ્રી દ્વારા તા.૧૪ના રોજ રાત્રીસભા, પ્રભાતફેરી, સ્વચ્છતા અભિયાન, શાળા મુલાકાત, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાશે
જામનગર તા.૧૨ મે, રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજયકક્ષાના મંત્રીશ્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા આગામી ૧૪-૦૫-૨૦૨૨ શનિવારના રોજ જોડિયા તાલુકાના બોડકા ગામે ગ્રામ સભા યોજી ગામ લોકોના પ્રશ્નો સાંભળશે તેમજ સમગ્ર રાત્રી દરમિયાન બોડકા ગામમાં જ રોકાણ કરી વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરી સમગ્ર ગામમાં ફરી ગ્રામજનો સાથે રૂબરૂ મુલાકાત કરી સંવાદ સાધશે. ત્યાર બાદ મંત્રીશ્રી દ્વારા બોડકા ખાતે શાળા મુલાકાત, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
