ડો. એચ. એમ. ગાજીપરાની ઉમદા કામગીરી તેમજ બહોળા અનુભવને ધ્યાને રાખી જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી જૂનાગઢના સંશોધન નિયામકશ્રી તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ સાથે તેમણે વિસ્તરણ શિક્ષણ નિયામક તરીકેનો ચાર્જ પણ સંભાળવાનો છે. તેઓએ બાર વર્ષથી આયોજન અધિકારી તરીકે ફરજ બજાવી હતી. તેમજ છેલ્લા પાંચ વર્ષથી કૃષિ અર્થશાસ્ત્ર વિભાગના વડા તરીકે મહત્વની કામગીરી સંભાળી છે. કોરોનાનાં સમયમાં પણ વિસ્તરણ પ્રવૃતિઓ ચાલુ રાખી હતી. તેઓ સાત કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સરદાર સ્મૃતિ કેન્દ્ર, બેકરી શાળા તેમજ વિસ્તરણ ઓફિસની કામગીરી સંભાળે છે. યુનિવર્સિટીની શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની કામગીરી તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીને રેન્કીંગમાં લાવવામાં મહત્વનું યોગદાન છે. ઓફીસ ઉપરાંત વધારાની કામગીરીમાં સૌરાષ્ટ્રના ૫૦૦૦એગ્રો ઈનપુટનો સર્ટિફિકેટ કોર્ષ ઓન પેસ્ટીસાઇડનો કોર્ષ સુપેરે પૂર્ણ કર્યો છે. તેમજ ફર્ટીલાઈઝર ડીલરની ૧૮ બેચનો કોર્ષ પણ પૂર્ણ કરાવ્યો છે. આ પ્રસંગે કુલપતિ શ્રી ડો. વી.પી. ચોવટીયા તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓ / અધિકારીશ્રીઓ,વિધાર્થીઓ અને ખેડૂત વર્ગે ડો, એચ.એમ. ગાજીપરાને શુભકામનાઓ પાઠવી છે.
