વિશ્ર્વભરમાં કોરોના નામનો રોગ માણસને મોતના મુખ સુધી લઈ જાતો તેમ રાજ્યમાં દૂધવાળા પશુઓમાં કાળ બનીને લમ્પી વાઈરસ ઝડપભર પ્રસરી રહ્યો છે ત્યારે જેતપુરનાં વાળાડુંગરા અને જેતલસર ગામે દેખાતા લમ્પી રોગથી પશુપાલકોમાં ભય વ્યાપી ગયો છે.
હાલ પશુઓમાં લમ્પી વાયરસનો ચેપ ફેલાતા રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં વેક્સિનેશન સહિતની કામગીરી અસરકારક રીતે શરું કરાવી દીધી છે. રાજકોટ જિલ્લામાં પણ આરોગ્યતંત્ર દ્વારા વેક્સિનેશન કરવાંમાં આવી રહ્યું છે.
ત્યારે જેતપુર તાલુકાના જેતલસર ગામમાં બળદો વહેંચતા વેપારીના એક બળદમાં લક્ષણો જોવા મળી રહ્યા છે જેથી ગામમાં પશુપાલકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી તેમજ તાલુકાના વાળાડુંગરા ગામના ખેડુત દિનેશભાઇ વાઘેલાનાં વાડીએ બાંધેલા બે બળદને લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા જેમની સારવાર આપવામાં આવી રહી છે તેમજ આજ ગામના માલધારી સંજયભાઈ ભરવાડની એક ગાયને લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા ગામના પશુપાલકોમાં ચિંતા જોવા મળી હતી. પશુની સારવાર માટે 1962ના તબીબો દ્વારા કરાઈ હતી જયારે 100 જેટલા પશુઓનું રસીકરણ કરાયું હતું પરતું
વાળાડુંગરા ગામમાં પશુઓમાં લમ્પી વાઇરસના પગ પ્રસારાના કારણે પશુપાલકો અને માલધારીઓમાં ચિંતાનો મહોલ જોવા મળી રહ્યો છે.જેથી વાળા ડુંગરા ગામના પશુપાલકનો જણાવ્યા અનુસાર ગામમાં 800 થી 900 પશુઓ હોઈ જેમની સામે 100 જેટલા જ પશુઓને વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા જેથી જેથી તંત્ર પાસે તમામ પશુઓને વેક્સીનના ડોઝ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે

