થોડા દિવસ પહેલાં રહેણાક મકાનમાં ઘરફોડ ચોરીનાં કિસ્સામાં આરોપીઓ પકડાયા નથી ત્યાં દુકાનોમાં ચોરી કરી તસ્કરોએ પોલીસને સીધો પડકાર ફેક્યો છે
જેતપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં તસ્કરો હાથફેરો કરવામાં સફળ રહે છે જે પોલીસની કડકાઇ ઢીલી પડી હોવાની અને નબળાઈ છતી થઇ રહી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે
શહેરમાં ૫ દિવસ પહેલા અમરનગર રોડ પાસે આવેલ શ્રદ્ધાપાર્ક સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ ગજેરા નાં મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં અને રોકડ રકમ સહિત સોના, ચાંદીના ઘરેણાં રોકડ મત્તાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આરોપીઓ પોલીસ હાથ લાગ્યા નથી ત્યાંરે આજે શહેરના નવાગઢ વિસ્તારમાં ૧૨ થી ૧૩ દુકાનોને નિશાન બનાવી હતી
આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મોડીરાતે શહેરમાં ધીમીધારે વરસાદ હોય જેનો તસ્કરોએ લાભ લઇ હાથફેરો કરેલ છે. નવાગઢ મેઇન રોડ પર લાઇન સર આવેલ દુકાનો જે.પી. માર્કેટ જેમાં મોટાભાગની દુકાન તસ્કરોએ નીશાન બનાવેલ છે. ડ્રેસ મટીરીયલની દુકાનો છે.કોઇ મોટો હાથ લાગેલ નથી.
જેતપુરના નવાગઢ મેઇન રોડ આવેલ ૧૦ થી ૧૨ દુકાનોમાં તસ્કરોનો હાથફેરો,માલસમાન સહિત પરચુરણ ચોરી ગયા. અમુક દુકાનોમાં સામાન વેર વિખેર કરી છે. તમામ દુકાનોના પાછળના ભાગે ચાવીઓ તસ્કરોઓએ દિવાલમાં બકોરું પાડી લાઇન સર 10 થી 12 દુકાનોમાં હાથ ફેરોકરેલ સવારે દુકાન દારો આવેલ અને ચોરી થયેલ તે પોલીસને જાણ કરેલ છે. સ્થળ પર પોલીસ પહોંચેલ
અમુક દુકાનોમાં રોકડ રકમ નહીં હાથ લાગતા તેવી દુકાનોમાં માલ સામાન વેરવિખેર કરેલ હોવાનું વેપારીને જણાવેલ છે. તમામ વેપારીઓની દુકાનોનું પોલીસ તપાસ ચલાવી રહી છે. કેટલી રકમની ચોરી થઇ છે. તે હજુ માહિતી મળેલ નથી


