ડીસા
લોકો ખરાબ કામ કરતા પહેલા સો વાર વિચારે સાચુંને ભાઈઓ કેમ… કોઈ જાેઈના જાય તે માટે સુમસાન જગ્યાએ જાય.. કેમ લોકોની નજર ન પડે અને પોતાની દારૂની મહેફિલ કે પછી આડાસંબંધો કે પછી જૂગાર રમતા કોઈ જાેઈના જાય અને પોલીસ પકડી ના જાય તે માટે સુમસાન જગ્યા વધુ પસંદ કરે ત્યારે ડીસાના કણઝરાના સ્મશાનમાં જુગાર રમતાં છ શખસ અને પાલનપુરમાં ભાડાના મકાનની ઓસરીમાં જુગાર રમતાં ચાર ઝડપાયા હતા. ડીસા તાલુકાના કણઝરા ગામે સ્મશાનમાં કેટલાક શખ્સો જુગાર રમવા બેસતા હોવાની બાતમી ડીસા તાલુકા પોલીસને મળી હતી. જેથી પીઆઇ એમ.જે.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પોલીસે કણઝરા ગામે ઓચિંતી રેડ કરતા સ્મશાનમાં જુગાર રમવા બેઠેલા પ્રહલાદજી કેશાજી ઠાકોર (રહે,નવા, તા.ડીસા), મોંઘજી અજમલજી ઠાકોર (રહે,કણઝરા, તા.ડીસા), વિનાજી અભુજી ઠાકોર (રહે,કણઝરા, તા.ડીસા), ભુદરસિંહ અમરાજી ઠાકોર (રહે,ઝાબડીયા, તા.ડીસા), ઈશ્વરજી ઉર્ફે ટીકાજી સાલુજી ઠાકોર (રહે,ઝાબડીયા, તા.ડીસા) અને નાનજીજી પૂનમજી ઠાકોર (રહે,ઝાબડીયા, તા.ડીસા) ને રૂપિયા ૧૩,૨૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો પાલનપુર પૂર્વ પોલીસમથકની ટીમે ત્રણબત્તી વિસ્તારમાં સાહિદખાન કરીમખાન સિપાઇના ભાડાના મકાનની ઓસરીમાં ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાં તીનપત્તીનો જુગાર રમતાં બિલાલખાન સમશેરખાન ખોખર, ઇમરાનખાન યુસુફભાઇ છુવારા, મોહંમદસફી અહમદહુસેન ચૌહાણ અને જાવિદભાઇ બાસુભાઇ છુવારાને ઝડપી લીધા હતા. જ્યારે સહદભાઇ ફારૂકભાઇ વાઘેલા અને સાહીદખાન કરીમખાન જુણેજા નાસી છુટ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા ૭૪૮૦નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


