પાલનપુર
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-અમદાવાદ હાઇવે પર એક બસ ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં જ ઘટનાસ્થળ પર સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જાેકે અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૨૩ જેટલા લોકો ઘાયલ થયા હતા. બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. જાેકે આ બનાવના હાલમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બસને ટ્રક સાથે ધડાકાભેર અથડાતી જાેઇ શકાય છે.બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-અમદાવાદ હાઈવે પર તારીખ ૧૪ મે, ૨૦૨૨ના રોજ એક બસ ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી. આ ગમખ્વાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નોંધનીય છે કે આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૨૩ જેવા લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
