Gujarat

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લગ્ન ની ૪૭ મી વર્ષગાંઠ ની ઉજવણી કરતા મોરબી ના અગ્રણી  જયરાજભાઈ સંપટ  

 ગિરગઢડા
   ભરત ગંગદેવ..
       વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા  જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ના અગ્રણી જયરાજભાઈ સંપટ તથા જ્યોતિબેન સંપટ દ્વારા પોતાના લગ્ન ની ૪૭ મી વર્ષગાંઠ ની ઉજવણી  સદાવ્રત મા મહાપ્રસાદ યોજી  કરી હતી. તેઓ એ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
           પ્રવર્તમાન સમયે લોકો પોતાના લગ્નદીવસ ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના અગ્રણી જયરાજભાઈ સંપટે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, અનિલભાઈ રાચ્છ, હસુભાઈ પંડિત, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ લગ્ન ની વર્ષગાંઠ ની શુભકામના પાઠવી હતી..

IMG-20220201-WA0177.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *