Gujarat

રાજુલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને અમરેલીના બસ સ્ટેડનમાંથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે રાજુલા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૨૦૨૮૩/૨૦૨૨, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ), ૮૧, ૯૮(૨) મુજબના કામનો આરોપી ત્રણ મહિનાથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય અને મજકુર આરોપીનું નામ. રાજુલા કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોય, મજકુર આરોપીને આજરોજ તા.૨૩/૦૭/૨૦૨૨ ના રોજ અમરેલી બસ સ્ટેશન પાસેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
*પકડાયેલ આરોપીની વિગત*
પરેશભાઇ ભુપતભાઇ લાડુમોર, ઉ.વ.૩૦, રહે.બર્બટાણા, તા.રાજુલા, જિ.અમરેલી,
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ
*પકડાયેલ આરોપી વિરૂધ્ધ નીચે દર્શાવ્યા મુજબના ગુનાઓ નોંધાયેલ છે.*
(૧) રાજુલા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૯૩/૨૦૧૯, પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૬૫(એફ), ૮૧ (ર) રાજુલા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૧૧૧૬૮, જુગાર ધારા કલમ ૧૨
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220724-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *