Gujarat

વડોદરાની શી ટીમે અશક્ત અને દિવ્યાંગ વૃદ્ધને વ્હીલચેર અપાવી

વડોદરા
વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનીની શી ટીમ આ વિસ્તારના સિનિયર સિટિઝનોની મુલાકાતે ગઇ હતી. આ દરમિયાન ૭૦ વર્ષના વૃદ્ધ દેશમુખ ભાલચંદ્ર બંસીધર (રહે. કૂતરાવાડી, ડંખનાથ મહાદેવ મંદિર પાસે, વડોદરા)ની ઘરે જઇ મુલાકાત કરી હતી. વૃદ્ધ બંને પગે શારિરીક રીતે અશક્ત હોવાથી વ્હીલચેર વગર હલન-ચલન કરી શકતા ન હોવાથી તેમજ આર્થિક સ્થિતિ પણ નબળી હોવાથી વ્હીલ ચેર ખરીદી શકતા ન હતા. જેથી શી ટીમે એક સામાજીક સંસ્થાની મદદથી વૃદ્ધને વ્હીલચેર અપાવી મદદ કરી હતી.વડોદરામાં શી ટીમ મહિલાઓની સાથે ગરીબ અને અશક્ત લોકોની મદદ પણ કરી રહી છે. શી ટીમે સામાજીક કાર્ય કરતી સંસ્થાની મદદથી અશક્ત અને દિવ્યાંગ સિનિયર સિટિઝનને નવી વ્હીલચેર આપવી છે.

The-paralyzed-old-man-was-given-a-wheelchair.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *