_ધિરજ જૈન કર્ણાટક રાજ્ય ખાતે રહેતા હોય અને તેઓ સાડી વેચવા માટે જૂનાગઢ ખાતે આવેલ હોય અને, તા.૨૯/૦૧/૨૦૨૨ ના રોજ રાજકોટ થી જૂનાગઢ આવવા માટે ખાનગી વાહન ઇકોમાં બેઠેલ. ઇકોમાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે *તેમનો એમ.આઇ કંપનીનો મોબાઇલ ફોન કી. રૂ. ૮૫૦૦/-* ઇકો ગાડીમાં ભુલાય ગયેલ અને પોતાએ પરસેવાની કમાણીથી પાઇ પાઇ ભેગી કરી ખરીદેલ હોય, જે એમ.આઇ કંપનીનો મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, ધિરજ જૈન બીજા રાજ્યથી આવતા હોય અને વ્યથિત થઈ ગયેલ હતા. ધિરજ જૈન દ્રારા આ બાબતની જાણ જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
_જૂનાગઢ રેન્જના *ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
_જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કો. સોમાતસિંહ કાગડા, વુ.પો.કો શિલ્પાબેન કટારીયા એન્જીનીયર શ્રી તુષારભાઇ ટાટમીયા, સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, ધિરજ જૈન જે ઇકોમાં બેઠેલ તે ઇકોની વિગત આધારે *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમરાના ફૂટેજ દ્રારા ઇકોના નંબર GJ 03 DG 2443 શોધી કાઢેલ.*_
_*તે ઇકોના નંબર આધારે ઇકો ચાલકને શોધી કાઢવામાં આવેલ હતો,* અને ઇકો ચાલકને પૂછ પરછ કરતા તેમના ઇકોમાં કોઇ પેસેન્જર પોતાનો એમ.આઇ કંપનીનો મોબાઇલ ફોન ભૂલી ગયાનુ જણાવેલ. *નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ તથા સ્ટાફ દ્રારા ધિરજ જૈનનો એમ.આઇ કંપનીનો મોબાઇલ ફોન રૂ. ૮,૫૦૦/- ની કીમતનો સહી સલામત પરત કરેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા એમ.આઇ કંપનીનો મોબાઇલ ફોન સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ધિરજ જૈનએ જૂનાગઢ પોલીસનો આભાર* વ્યક્ત કર્યો હતો…._
_*જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં ધિરજ જૈનનો એમ.આઇ કંપનીનો રૂ. ૮,૫૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન સહી સલામત પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે…._તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર


