Gujarat

સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની મુલાકાતે કોંગ્રેસના ધારાસભ્યો શ્રી અમરીશભાઈ ડેર અને પ્રતાપ દુધાત. બેંકની કામગીરીની ભારે પ્રશંસા કરી. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની શુભેચ્છા મુલાકાત કોંગ્રેસના ધારાસભ્યો અમરીશભાઈ ડેર અને પ્રતાપ દુધાતે લીધી હતી. આ સંદર્ભે તેઓશ્રીએ આ બેંકના વહીવટ અને વિકાસની પ્રશંસા કરી હતી. સહકારી ક્ષેત્રે આ બેંક નફો કરતી, વહીવટી કાર્યપદ્ધતિ માટે સમગ્ર જિલ્લામાં એક આગવું સ્થાન ધરાવે છે. સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને રાજુલાના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર બંને એ એકસાથે આ બેંકની મુલાકાત લઈને બેંકની ગ્રાહકો માટેની સુવિધા, સવલતો અને કાર્યકુશળતાની જીણવટભરી માહિતી પણ મેળવી હતી. અને બેંકની કામગીરીની ખૂબ પ્રશંસા કરી હતી. આ તકે સંદર્ભે સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના હોદેદારોએ બંને ધારાસભ્યશ્રીઓનું ફૂલહારથી સંન્માન કર્યું હતું.

IMG-20220426-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *