સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
રાજય સરકારશ્રી દ્રારા વૃધ્ધ પેન્શન અને વિધવા પેન્શન સહાય આપવામાં આવે છે તે રકમ હાલની મોંઘવારી ને ધ્યાને લઇને આ રકમ ખુબજ નાની હોય છે હાલમાંઆ મોંઘવારીને ધ્યાને લેતા. તમામ જીવન જરૂરિયાત ખાદ્યચીજ વસ્તુઓના ભાવ વધવાના કારણે વૃધ્ધ પેન્શન અને વિધવા પેન્શન સહાય લેતા લાભાર્થીઓને આર્થિક રીતે ખુબજ મુશ્કેલીઓ પડી રહી છે જેથી આપ સાહેબ આ પ્રશ્નને ગંભીરતાથી લઇ વૃધ્ધ પેન્શન રૂ. ૭૫૦/- છે અને વિધવા પેન્શન સહાય રૂ. ૧૨૫૦/- આપે છે તેમા વધારો કરવા સાવરકુંડલા નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતાએ રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાને પત્ર દ્વારા લેખીત રજુઆત કરેલ છે
