મુંબઈ
તમે સૌ જાણતા જ હશો કે બોલીવુડમાં પ્રવેશ કરતા પહેલા રજનીકાંત કન્ડક્ટર હતા ત્યાર બાદ તે સુપરસ્ટાર બન્યા, અક્ષયકુમાર વેઈટર રહી ચુક્યા છે તેમ અભિનેત્રીઓ પણ એક્ટિંગમાં આવ્યા પહેલા નોકરી કરતી કોઈ રિપોર્ટર તો કોઈ બેંકમાં કામ કરતી હતી જાણો ઘણા વર્ષોની મહેનત બાદ જેકલીન ફર્નાન્ડીઝ આજે બોલિવૂડની ટોચની અભિનેત્રી બની ગઈ છે. જેકલીન અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા એક રિપોર્ટર હતી. તેણે સિડનીમાંથી માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. જેકલીનની સુંદરતા તેને મોડલિંગની દુનિયામાં લઈ આવ્યું અને તે અભિનેત્રી બની ગઈ. ફિલ્મોમાં જાેડાયા પહેલા સોહા બેંકમાં કામ કરતી હતી.. સોહાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે..સોહા અલી ખાન પટૌડી પરિવારની લાડકી છે, જે હજુ પણ એક્ટિંગમાં સક્રિય છે. તે હવે ર્ં્્ પર પણ જાેવા મળે છે. પરિણીતી ચોપરાએ ઈકોનોમિક્સ ઓનર્સ કર્યું છે. અભ્યાસ પૂરો કર્યા બાદ પરિણીતીએ કરિયર બનાવવા માટે પિતરાઈ બહેન પ્રિયંકાની મદદ લીધી, જાે કે તે સમયે પ્રિયંકાનું બોલિવૂડમાં મોટું નામ હતું. પરિણીતીએ થોડો સમય ઁઇ ટીમ સાથે પણ કામ કર્યું, પરંતુ પછી તેને લેડીઝ ફજ રિકી બહલમાં અભિનય કરવાનો મોકો મળ્યો, પછી પરિણીતીએ આ તક પોતાના હાથમાંથી જવા ન દીધી. તાપસી પન્નુને શ્રેષ્ઠ અભિનેત્રી માનવામાં આવે છે…જાેરદાર એક્ટિંગ કરીને તાપસુ પન્નુએ સારુ નામ કમાયું છે. ફિલ્મોમાં પ્રવેશતા પહેલા તાપસી એક સોફ્ટવેર એન્જિનિયર હતી અને તેણે ઘણી કંપનીઓમાં કામ પણ કર્યું હતું. અમીષા એક કંપનીમાં અર્થશાસ્ત્ર વિશ્લેષક તરીકે કામ કરતી હતી. આ પછી તેને એક બહુ મોટી મલ્ટી નેશનલ કંપની તરફથી ઓફર પણ મળી. ‘ફિલ્મ કહો ના પ્યાર હૈ’ થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરનાર અમીષા પટેલને એક લગ્ન દરમિયાન આ રોલ ઓફર કરવામાં આવ્યો હતો જેમાં રાકેશ રોશન પણ પહોંચ્યા હતા.
