Maharashtra

સુશાંતને રિયા ચક્રવર્તીએ જ ડ્રગ્સની લતે ચઢાવ્યો હતો

મુંબઈ
સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સની આદત તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ જ લગાડી હતી. તેનો ખુલાસો એનસીબીએ કર્યો છે. આ વિશે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં રિયા અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની સામે ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં રિયા અને ૩૪ અન્ય આરોપીઓ પર હાઈ સોસાયટી અને બોલીવુડના લોકોને ડ્રગ્સ સપ્લાય કરવાનો ગુનો દાખલ છે. સુશાંત સિંહ રાજપૂતને પણ તેણે જ નશાની લત લગાવી હતી. એનસીબીએ રિયા પર આરોપ લગાવ્યો છે કે તેણે સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદ્યું અને તેના માટે ચૂકવણી કરી. આ મામલે ૩૫ આરોપીઓ સામે કુલ ૩૮ આરોપ લગાવ્યા છે. દ્ગઝ્રમ્ એ તેમની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે રિયાએ સૈમુઅલ મિરાંડા, શોવિક ચક્રવર્ચી, દીપેશ સાવંત અને બીજા લોકો પાસેથી ઘણી વખત ગાંજાે લીધો. ગાંજાની ડિલીવરી લીધા બાદ રિયાએ તેને દિવંગત સુશાંત સિંહ રાજપૂતને સોંપ્યો. રિયાએ માર્ચ ૨૦૨૦ થી સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન ગાંજાની આ ડિલીવરીનું પેમેન્ટ કર્યું. ચાર્જશીટ અનુસાર, રિયાએ એનડીપીએસ અધિનિયમ ૧૯૮૫ ની કલમ ૮(ઝ્ર) સાથે ૨૦ચહ્વૃચૈૈૃછ, ૨૭છ,૨૮, ૨૯ શ્ ૩૦ અંતર્ગત ગુનો કર્યો છે. એનસીબીએ જે ખુલાસા કર્યો અને દાવો સાચા સાબિત થશે તો રિયા ચક્રવર્તીને ૧૦ વર્ષની જેલની સજા થઈ શકે છે. કોવિડ કાળમાં એક્ટર સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂન ૨૦૨૦ ના તેના ઘરમાં મૃત હાલતમાં મળ્યો હતો. સુશાંત આકસ્મિક નિધને સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો હતો. સુશાંતના પરિવારે સુશાંત સિંહના મોતની જવાબદાર રિયા ચક્રવર્તીને ઠેરાવી હતી. સુશાંત કેસની ઘણી તપાસ એજન્સીઓએ તપાસ કરી પરંતુ મોતનું કારણ આજ સુધી સામે આવ્યું નથી. એવામાં એનસીબીનો આ દાવો કેટલો સાચો સાબીત થયા છે તે જાેવાનું રહ્યું.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *