Maharashtra

ભણવાનું જાેર આવતું હોવાથી ફિલ્મોમાં આવી, પછી સૌથી હીટ ફિલ્મની હીરોઈન બની કાજાેલ

મુંબઈ
બોલિવૂડ અભિનેત્રી કાજાેલનો આજે જન્મ દિવસ છે. કરિયરના પીક ઉપર લગ્ન કરનાર કાજાેલ માટે ફેન્સના દિલમાં પ્રેમ ઓછો થયો ન હતો. કાજાેલની ગણના આજે હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી તરીકે થાય છે. શાહરુખ ખાન અને કાજાેલની જાેડી આજે પણ બોલિવુડ પ્રેમીઓની સૌથી પસંદીદા જાેડી છે. આ બંનેએ બોલિવૂડમાં સાથે મળીને અનેક શાનદાર ફિલ્મો આપી છે. જન્મદિવસના અવસર ઉપર આજે અમે આપને કાજાેલ સાથે જાેડાયેલી કેટલીક ખાસ બાબતો કહીશું. કાજાેલ અને શાહરુખ ખાનની જાેડી વાળી ફિલ્મ દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગેં આજે પણ ભારતીય સિનેજગતની સૌથી હીટ ફિલ્મ માનવામાં આવે છે. જેને કારણે કાજાેલ રૂપેરી પડદે રીતસર છવાઈ ગઈ. આજે વર્ષો બાદ પણ કરોડો ચાહકો આ આ ફિલ્મ અને આ જાેડીને પસંદ કરે છે. શોલે પછી કદાચ આ પહેલી એવી ફિલ્મ હશે જેણે વર્ષો બાદ આજે પણ લોકોને એટલી જ પસંદ છે. હવે વાત કરીએ કાજાેલની અને એના કરિયરની. કાજાેલ બાળપણથી જ જિદ્દી સ્વભાવની રહી છે. તે એકવાર નક્કી કરે એને પુરું કરીને જ દમ લે છે. પોતાની વાતોથી મનાવવા માટે પોતાના માતા-પિતાના નાકમાં દમ લાવી દેતી હતી. આ વાતનો ખુલાસો કાજાેલે ખુદ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે ભણવામાંથી બચવા માટે તે ફિલ્મોમાં આવી ગઈ હતી. કાજાેલે પોતે જણાવ્યું હતુંકે, મને ભણવામાં ખુબ જાેર આવતું હતું, મને ભણવાનું સહેજ પણ પસંદ નહોતું તેથી જ હું ફિલ્મોની દુનિયામાં આવી ગઈ. જાેકે, ફિલ્મોમાં આવવું પણ મારી પસંદ નહોંતી. મેં બસ ભણવાથી બચવા માટે જ ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યું હતું. કાજાેલ બોલિવૂડના દિગ્ગજ નિર્માતા-નિર્દેશક શોમૂ મુખર્જી અને અભિનેત્રી તનુજાની પુત્રી છે. કાજાેલની નાની બહેન અભિનેત્રી તનીષા છે. તનીષા પોતાની બહેન અને માતાની તુલનાએ મોટું મુકામ હાંસલ ના કરી શકી. કાજાેલે બોલિવૂડમાં પોતાની કરિયરની શરુઆત વર્ષ ૧૯૯૨માં આવેલી ફિલ્મ બેખુદીથી કરી હતી. આ ત્યારબાદ કાજાેલે બોલિવૂડમાં એકપછી એક અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મોટા પરદા ઉપર અમિટ છાપ છોડી હતી. કાજાેલે પોતાની ફિલ્મી સફરમાં બાજીગર, કરણ-અર્જુન, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, ગુપ્ત, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, દિલવાલે ઔર તાનાજી સહિત અનેક શાનદાર ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. હિન્દી ફિલ્મો ઉપરાંત કાજાેલે તમિલ ફિલ્મ ‘સ્ૈહજટ્ઠટ્ઠટ્ઠિ દ્ભટ્ઠહહટ્ઠદૃે’માં પ્રભુદેવા અને અરવિંદ સ્વામી સાથે કામ કર્યું હતું. સિનેમામાં પોતાનું યોગદાન આપવા માટે કાજાેલને અનેક પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૧માં કાજાેલને પદ્મશ્રી પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવી હતી. કાજાેલ પોતાની ફિલ્મો ઉપરાંત અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહી છે. અભિનેતા અજય દેવગણ સાથે લાંબી પ્રેમ કહાની બાદ તેણે વર્ષ ૧૯૯૯માં લગ્ન કર્યા હતા. અજય દેવગણ અને કાજાેલની જાેડી બોલિવૂડની શાનદાર જાેડી કહેવાય છે. આ બંને કલાકારોના બાળકોમાં પુત્રી ન્યાસા અને પુત્ર યુગ છે.

File-01-Page-40.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *