International

દુબઈમાં રહેતા ભારતીયને લકી ડ્રોમાં ૨૧ લાખ જીત્યા

દુબઈ
સંયુક્ત આરબ અમીરાતમાં મહઝૂઝ વીકલી ડ્રો નો વિજેતા રાતોરાત કરોડપતિ બની ગયો છે. પ્રથમ વિજેતાએ ૧ કરોડ દિરહામ જીત્યા છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે ૨૧ કરોડ થાય છે. આ સિવાય અન્ય ઘણા લોકો વિજેતા બન્યા, જેમાં એક ભારતીય પણ સામેલ છે. સ્ટ્ઠરર્ડેડ વીકલી ડ્રોમાં લકી પ્રાઇઝ વિનરે બધા પાંચ અંકોને મેચ કર્યા હતા. આ નંબરો ૧, ૮, ૧૦, ૧૨ અને ૪૯ હતા. ૮૩ માં સપ્તાહના વીકલી ડ્રોમાં અન્ય ૧,૪૦૭ લોકો વિજેતા બન્યા. જેમણે કુલ ૧,૭૮૧,૬૦૦ દિરહામ આપવામાં આવ્યા હતા. ૨૮ વિજેતા હતા એવા હતા જેને ચાર પોઈન્ટ મળ્યા હતા. તે બીજા નંબરે રહ્યા હતા. વિજેતાની ઈનામની રકમ ૧૦ લાખ દિરહામ એટલે કે લગભગ ૨ કરોડ ૨૪ લાખ રૂપિયા હતા. આ તમામમાં ૩૫,૭૧૪ દિરહામનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે ભારતીય રૂપિયામાં અંદાજે ૭,૬૭,૩૬૯ રૂપિયા છે. એક ગારંટીડ રેફલ ડ્રો માં ત્રણ સહભાગીઓ વચ્ચે ત્રણ લાખ દિરહામને સમાનરૂપે વહેંચવામાં આવ્યા હતા. નસીબદાર વિજેતાઓને એક લાખ દિરહામ મળ્યા, જે ભારતીય રૂપિયામાં અંદાજે ૨૧ લાખ ૪૮ હજાર રૂપિયા છે. આ ત્રણ વિજેતાઓમાંથી એક ભારતીય પણ છે. ભારતના અનીશ, કેનેડાના તારેક અને પાકિસ્તાનના રાજા વિજેતા બન્યા હતા. મહઝૂઝના લકી ડ્રોમાં ભાગ લેવા માટે પાણીની બોટલ ખરીદવી પડે છે. મહઝૂઝ લકી ડ્રોમાં ભાગ લેવા માટે, વ્યક્તિએ ુુુ.દ્બટ્ઠરર્ડર્ડ.ટ્ઠી પર નોંધણી કરાવવી પડશે અને અહીંથી ૩૫ દિરહામ આશરે રૂ. ૭૫૦માં પાણીની બોટલ ખરીદવી પડશે. એક બોટલ ખરીદવાથી ભવ્ય ડ્રો થશે અને બીજી બોટલ ખરીદવાથી રાફેલ ડ્રોમાં પ્રવેશ મળશે, જેનાથી જીતવાની તકો વધી જાય છે. ટોચનું ઇનામ ૧ કરોડ દિરહામ અને બીજુ ઇનામ ૧૦ લાખ દિરહામ છે.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *