International

યુક્રેનના ખાર્કીવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

યુક્રેન

રશિયન હુમલા વચ્ચે યુક્રેનમાંથી ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુક્રેનમાં ભારે ફાયરિંગ દરમિયાન એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. વિદ્યાર્થી ભારતના કર્ણાટકના ચાલગેરીનો રહેવાસી હતો. મૃત્યુ પામનાર વિદ્યાર્થીનું નામ શેખરપ્પા જ્ઞાનગોદર હોવાની વાત પણ સામે આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ ખાર્કિવમાં જાેરદાર વિસ્ફોટ કર્યો છે. રશિયન ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયુ છે. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે પ્રથમ રાઉન્ડની બેઠક યોજાઈ છે. પરંતુ આ છતાં, રશિયન સૈનિકોએ યુક્રેનના શહેરો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *