International

રશિયા-યુક્રેન યુદ્ધથી જગતની મહાસતાઓ પણ ત્રાહિમામ પોકારી ચૂકી

યુક્રેન
રશિયા- યુક્રેન યુદ્ધની અત્યારે સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. દરરોજ રશિયા દ્વારા યુક્રેન પર અનેક હુમલા કરાઇ રહ્યા છે. આ યુદ્ધથી જગતની મહાસતાઓ પણ ત્રાહિમામ પોકારી ચૂકી છે. રશિયા દ્વારા યુક્રેન પર મિસાઇલ વડે અનેક રહેણાંક વિસ્તારો અને ઘરો પર હુમલો કરાયો છે, જેમાં એક દુર્ઘટનાગ્રસ્ત મકાનની સફાઇ કરતી વખતે આ મહિલા આંસુભરી આંખે રાષ્ટ્રગીત ગાઈ રહી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થયો છે. રશિયા- યુક્રેન વચ્ચેના યુદ્ધે આખા વિશ્વને અત્યારે હચમચાવી નાખ્યું છે. અનેક લોકો અત્યારે ઘરબાર વિહોણા થઈ ચૂક્યા છે. ત્યારે યુક્રેનની રાજધાની કીવ અત્યારે સોશિયલ મીડીયા પર આ કચરો વાળતી મહિલાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મહિલા રશિયા દ્વારા કરાયેલા મિસાઇલ એટેક પછી પોતાના ઘરમાંથી કાચના તૂટેલા ટુકડા સાફ કરી રહી છે. સાથે તેણી આંસુભરી આંખે યુક્રેનનું રાષ્ટ્રગીત પણ ગાઈ રહી છે. આ વિડીયો જાેયા બાદ લોકો પણ ખૂબ ઈમોશનલ થઈ ગયા છે. અત્રે બીજાે એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જાેઈ શકો છો કે, હ્વહ્વષ્ઠ યુક્રેનિયન જર્નાલિસ્ટ ર્ંઙ્મખ્તટ્ઠ સ્ટ્ઠઙ્મષ્ઠરીદૃજાટ્ઠ યુક્રેનની રાજધાની કીવથી યુદ્ધના દ્રશ્યોનું લાઈવ પ્રસારણ કરતી વખતે રડી રહી છે. રશિયન આર્મી દ્વારા કરાયેલા મિસાઇલ એટેકથી આ વિડિયોમાં જાેવા મળતું બિલ્ડિંગ ધરાશાયી થઇ રહ્યું છે. આ વિડિયોએ અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ”મારી માતા છેલ્લા ઘણા સમયથી યુદ્ધ છાવણી અને બંકરમાં છુપાઈને, ડરી ડરીને જીવી રહી છે. ગઇકાલે તે છાવણીમાં બાૅંબમારો થયો હતો, જાેકે સદનસીબે મારી માતા ત્યાં હાજર ન હતી. પ્રાયવાસીના કારણોસર અમે તે ફૂટેજ રિવિલ નહીં કરી શકીએ.” રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટીને રશિયન આર્મીને યુક્રેન બોર્ડર ખાતે હાઇ એલર્ટ કર્યા છે, જેનાથી વિષમ ઔર ખૌફનો માહોલ ફેલાયો છે. આ દરમિયાન યુક્રેન પણ રશિયા સાથે વાતચીત કરવા તૈયાર થયું હોવા છતાં પણ રશિયા આ યુદ્ધ બંધ કરવાનું નામ લઈ રહ્યું નથી.

Ukraine-Russia-War-Effect.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *