યુક્રેન
યુરોપમાં રશિયાના વિમાનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુએસ રાજ્યોએ તેના ‘વોડકા’ (એક પ્રકારનો દારૂ) આયાત કરવાનું બંધ કરી દીધું છે. પોતાની તટસ્થતા માટે જાણીતું સ્વિટ્ઝર્લેન્ડ પણ સાવધાનીપૂર્વક રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સામેથી મ્હો ફેરવી લીધુ છે. યુક્રેન પર આક્રમણ કરવા બદલ, માત્ર પાંચ દિવસમાં જ રશિયાનો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે બહિષ્કાર કરાયો છે અને રશિયાના વિદેશી મિત્રો પણ, એક યા અન્ય કારણોસર સાથ આપતા ઓછા થઈ રહ્યાં છે. મેકલેસ્ટર કોલેજના આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર અને ભૂ-રાજકીય નિષ્ણાત એન્ડ્રૂ લાથમે જણાવ્યું હતું કે, “પરિસ્થિતિ એવી રીતે બદલાઈ ગઈ છે કે ત્રણ-ચાર દિવસ પહેલા કોઈએ કલ્પના પણ કરી ન હતી.” આ બધું જાેવું ખરેખર વિચિત્ર છે.’ માત્ર છેલ્લા ત્રણ દિવસમાં ઘણા મોટા પગલા લેવામાં આવ્યા છે. રશિયા સામેની વૈશ્વિક કાર્યવાહીની અસર ધીરેધીરે દેખાવા લાગશે. ઘણા દેશોની સરકારોથી લઈને ઘણા ગઠબંધન, સંગઠનોએ રશિયા પર વિવિધ પ્રકારના પ્રતિબંધો મૂક્યા છે. આ પ્રતિબંધો ઈરાન અને ઉત્તર કોરિયા સામેના પ્રતિબંધો કરતાં વધુ કડક છે. યુરોપિયન દેશો ખાસ કરીને આ મુદ્દે એક થઈને રશિયન વિમાનને તેમની હવાઈ ક્ષેત્રમાં ઉડવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. (સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન) આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રણાલીએ રશિયાને મોટો ફટકો આપતા સપ્તાહના અંતે મોટી રશિયન બેંકો પર પ્રતિબંધ મૂક્યો હતો. વિશ્વભરની ૧૧,૦૦૦ થી વધુ બેંકો અને અન્ય સંસ્થાઓ માટે અબજાે ડોલરની લેવડદેવડ કરવા સક્ષમ છે. જર્મની, ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી, જાપાન, યુરોપિયન યુનિયન અને અન્ય દેશો યુએસની સાથે પ્રતિબંધો દ્વારા રશિયાની કેન્દ્રીય બેંકને નિશાન બનાવી રહ્યા છે. રમતગમત ક્ષેત્રે પણ રશિયાને એકલુ પાડવાનો પ્રયાસ કરાયો છે. વિશ્વ અને યુરોપિયન સંસ્થાઓએ સોમવારે રશિયન ટીમને ૨૦૨૨ વર્લ્ડ કપની ‘ક્વોલિફાઇંગ’ મેચો સહિત તમામ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધાઓમાંથી સસ્પેન્ડ કરી હતી. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ રમત સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાંથી રશિયન ખેલાડીઓ અને અધિકારીઓને બાકાત રાખવા માટે હાકલ કરી હતી. ઓલિમ્પિક સમિતિની હાકલને ધ્યાને લઈને, ઇન્ટરનેશનલ આઇસ હોકી ફેડરેશન અને નેશનલ હોકી લીગે પણ રશિયા સામે અનેક પ્રતિબંધો લાદ્યા છે. ઇલિનોઇસમાં નોર્થ સેન્ટ્રલ કોલેજમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાના નિષ્ણાત વિલિયમ મકએ કહ્યુંઃ “શરૂઆતમાં, આ પ્રતીકાત્મક હતા, પરંતુ પછીથી વ્યાપક પ્રતિબંધોમાં ફેરવાયા છે.” હાલ આ બાબત નજીવી લાગે છે, પરંતુ તેમને એકસાથે જાેતા ખબર પડે છે કે આખી સિસ્ટમ રશિયાની વિરુદ્ધ આવી છે.યુક્રેન પર રશિયાના આક્રમણ પછી, વિશ્વએ એકતા દર્શાવવા માટે વિવિધ ક્ષેત્રે એક હોવાનો પુરાવો આપ્યો છે. રશિયાને અલગ કરવા માટે, ઘણા દેશ તેના પર કડક પ્રતિબંધો લાદી રહ્યા છે, જેના કારણે રશિયા ઘણા મોરચે અચાનક વિશ્વથી અલગ પડી ગયુ છે. બેંકના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાની ક્ષમતાઓ ઓછી થઈ ગઈ છે. મુખ્ય આંતરરાષ્ટ્રીય રમતોમાં પણ રશિયાનો દબદબો ઘટે તેવી સ્થિતિ સર્જાઈ છે. યુક્રેન પર કરેલા હુમલાને કારણે વિશ્વના અનેક દેશ રોજબરોજ કોઈને કોઈ પ્રકારે રશિયા ઉપર નાના મોટા પ્રતિબંધ લગાવી રહ્યા છે.
