International

યુદ્ધના માહોલ વચ્ચે બુકારેસ્ટ ખાતે ભારતીય વિદ્યાર્થીનીના જન્મદિવસની ઉજવણી

યુક્રેન
રશિયા-યુક્રેન યુદ્ધ અત્યારે ચરમસીમાએ પહોંચી ગયું છે. ત્યારે અનેક ભારતીય વિધાર્થીઓ સહિત અન્ય રાષ્ટ્રના લોકો પણ યુદ્ધ છાવણીમાં આશરો લઈ રહ્યા છે. ગઇકાલે આ ભારતીય વિધાર્થીનીના જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે. યુક્રેનમાં યુદ્ધ છાવણીમાં એક ભારતીય વિધાર્થીનીનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અને અત્યારે આ વિડીઓ સોશીયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રોમાનિયાની રાષ્ટ્રીય રાજધાની બુકારેસ્ટ ખાતે અનેક ભારતીય વિધાર્થીઓ અત્યારે રાહત છાવણીમાં વતન પરત ફરવાની રાહ જાેઈ રહ્યા છે. યુક્રેન દ્વારા ભારતીયોને દેશમાંથી હાંકી કઢાયા બાદ અનેક લોકોએ રોમાનિયા, પૉલેન્ડ, બેલારુસ ખાતે આશરો લીધો છે. ત્યારે ત્યાં હજાર લોકો દ્વારા આ ભારતીય વિધાર્થીનીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. આ વિધાર્થીનીના ચહેરા પર ખુશી તમે નિહાળી શકો છો.અત્યારે ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ દ્વારા અનેક ભારતીય વિધાર્થીઓને વતન પરત લાવવામાં આવી રહ્યા છે.

Indian-Students-Birthday-Celebration-at-Asylum-Camp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *