National

એક બાઇક પર ૭ યુવાનોને જાેતા લાગ્યું કે હવે તો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘનની પણ હદ થઇ

ગાઝિયાબાદ
પોલીસના લાખ પ્રયાસો અને કાર્યવાહી છતાં લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા અટકતા નથી. રાજધાની દિલ્હીને અડીને આવેલા યુપીના નોઈડા અને ગાઝિયાબાદમાં આવા ઘણા કેસ નોંધાયા છે. હવે ફરી એકવાર ગાઝિયાબાદનો એક વીડિયો વાયરલ થયો છે. એક, બે નહીં પરંતુ ૭ યુવકો બાઇક પર જઇ રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી અને ૨૪ હજાર રૂપિયાનું ચલણ કાપ્યું હતુ. આ મામલો ગાઝિયાબાદના વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રતાપ વિહાર રોડનો છે. બાઇક પર સવાર સાત યુવકો રસ્તા પર મસ્તી કરતા રહ્યા. યુવકો વચ્ચેના રોડ પર બાઇક ચલાવતા રહ્યા. યુવાનોએ ખુલ્લેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો. બાઇક પાછળ દોડી રહેલા અન્ય એક બાઇક સવારે આ યુવકોનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વાઈરલ થયેલા વીડિયોની નોંધ લઈને પોલીસે આરોપી યુવકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ગાઝિયાબાદ ટ્રાફિક પોલીસના અધિકારીઓએ બાઇક પર સવાર સાત યુવકોનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરી હતી. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ પોલીસે રૂ.૨૪ હજારનો ચલણ ફટકાર્યો હતો. એસપી ટ્રાફિક રામાનંદ કુશવાહાના જણાવ્યા અનુસાર, બાઇકનો ૨૪,૦૦૦ રૂપિયાનો ચલણ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે બાઇકને બાઇકની જેમ નિયમોનું પાલન કરીને ચલાવવું જાેઇએ અને જાે આ રીતે બાઇકને ૭ સીટર કારની જેમ ચલાવવામાં આવશે તો ભારે નાણાકીય દંડ ભરવો પડશે. મોટરસાઇકલ પર બે લોકો બેસી શકે તેવી બેઠક છે. ટ્રાફિકના નિયમો અનુસાર બાઇક પર બેથી વધુ લોકો બેસવા એ નિયમોની વિરુદ્ધ છે. આમ કરવાથી દંડની ચુકવણી થઈ શકે છે. જાે કે આ પછી પણ લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા અચકાતા નથી. આવા લોકો પોતાના માટે તેમજ રસ્તા પર ચાલતા અન્ય વાહન ચાલકો માટે જાેખમી સાબિત થાય છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *