ડિબ્રૂગઢ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસમની ૭ નવી કેન્સર હોસ્પિટલોની આધારશિલા રાખી. ખનિકર મેદાનમાં લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, અસમ જ નહીં નોર્થ ઈસ્ટમાં કેન્સર એક મોટી સમસ્યા રહી છે. તેનાથી સૌથી વધુ પ્રભાવિત આપણો ગરીબ થાય છે, મધ્યમ વર્ગનો પરિવાર થાય છે. કેન્સરની સારવાર માટે થોડા વર્ષ પહેલાં સુધી અહીંના દર્દીઓએ મોટા-મોટા શહેરોમાં જવુ પડતું હતું. ગરીબ અને મધ્યમ વર્ગની મુશ્કેલી દૂર કરવા માટે છેલ્લા ૫-૬ વર્ષોમાં જે પગલાં ભરવામાં આવ્યા છે તે માટે હું સર્બાનંદ સોનોવાલ, હેમંતા જી અને ટાટા ટ્રસ્ટને શુભેચ્છા આપુ છું. અમારી સરકારે સાત વસ્તુ- કે સ્વાસ્થ્યના સપ્તઋષિઓ પર ખુબ ધ્યાન આપ્યું છે. પહેલો પ્રયાસ છે કે બીમારીની નોબલ જ ન આવે. તેથી અમારી સરકારે ઁિીદૃીહંૈદૃી ૐીટ્ઠઙ્મંરષ્ઠટ્ઠિી પર ખુબ ભાર આપ્યો છે. યોગ, ફિટનેસ સાથે જાેડાયેલા કાર્યક્રમ એટલે ચાલી રહ્યાં છે. બીજુ બીમારીની શરૂઆતમાં જાણકારી મળી જાય. તે માટે દેશભરમાં લાખો ટેસ્ટિંગ સેન્ટર બનાવવામાં આવી રહ્યાં છે. ત્રીજુ ફોકસ છે કે લોકોને ઘરની પાસે પ્રાથમિક સારવારની સારી સુવિધા મળે. તે માટે પ્રાઇમરી હેલ્થ સેન્ટરોને સુધારવામાં આવી રહ્યાં છે. ચોથો પ્રયાસ છે કે ગરીહોને સારી હોસ્પિટલમાં ફ્રી સારવાર મળે. તે માટે આયુષ્માન ભારત જેવી યોજનાઓ હેઠળ ૫ લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર આપવામાં આવી રહી છે. અમારૂ પાંચમું ફોકસ છે કે સારી સારવાર માટે મોટા શહેરો પર ર્નિભરતા ઓછી થાય. તે માટે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અભૂતપૂર્વ રોકાણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૧૪ પહેલાં દેશમાં માત્ર ૭ એમ્સ હતી. તેમાં દિલ્હીને છોડી દેવામાં આવે તો અન્ય જગ્યાએ એમબીબીએસનો અભ્યાસ થતો નહોતો. અમે તે બધી એમ્સને સુધારી અને દેશમાં ૧૬ નવી એમ્સ જાહેર કરી. એમ્સ ગુવાહાટી તેમાંથી એક છે. અમારી સરકારનું છઠ્ઠુ ફોકસ તે વાત પર છે કે ડોક્ટરોની કમીને દૂર કરવામાં આવે. છેલ્લા સાત વર્ષમાં સ્મ્મ્જી અને પીજી માટે ૭૦ હજારથી વધુ નવી સીટ જાેડી છે. અમારી સરકારે ૫ લાખથી વધુ આયુષ ડોક્ટરોને પણ એલોપેથિક ડોક્ટરોને બરાબર માન્યા છે. અમારી સરકારનું સાતમું ફોકસ સ્વાસ્થ્ય સેવાઓના ડિજિટાઇઝેશનનું છે. સરકારનો પ્રયાસ છે કે સારવાર માટે લાંબી-લાંબી લાઈનોમાંથી મુક્તિ મળે, સારવારમાં આવી રહેલી મુશ્કેલીમાંથી છૂટકારો મળે. તે માટે એક બાદ એક યોજનાઓ લાગૂ કરવામાં આવી છે. કેન્દ્ર અને અસમ સરકાર ચાના બગીચામાં કામ કરનારા લાખો પરિવારોને સારૂ જીવન આપવા માટે ઈમાનદારીથી કામ કરી રહી છે. ફ્રી રાશનથી લઈને દરેક ઘર જળ યોજના સુધીની સુવિધાઓ છે, અસમ સરકાર તેને ઝડપથી ચાના બગીચા સુધી પહોંચાડી રહી છે


