નવીદિલ્હી
રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈંડિયાએ ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમે સતત બીજી વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલ પ્રથમ ટેસ્ટમાં ૨ વિકેટથી હાર મળી. તેનો ફાયદો ટીમ ઈંડિયાને મળ્યો. મેચનના પાંચમા અને અંતિમ દિવસ સોમવારે ન્યૂઝીલેન્ડને જીત માટે ૨૫૭ રન બનાવાના હતા. તો વળી શ્રીલંકાને ૯ વિકેટની જરુર હતી. તેને ૨૮૫ રનનો ટાર્ગેટ મળ્યો હતો. વરસાદના કારણે રમત પ્રભાવિત થઈ, પણ કીવી ટીમે ટાર્ગેટને છેલ્લા બોલ પર ૮ વિકેટ ખોઈને પ્રાપ્ત કરી લીધો હતો. કેન વિલિયમ્સને સદી ફટકારી, તે ૧૨૧ રન બનાવીને નોટઆઉટ રહ્યો. ડેરિલ મિચેલે પણ ૮૧ રન બનાવ્યા. હવે શ્રીલંકાની ટીમ અંક મામલામાં ટીમ ઈંડિયાની બરાબરી કરી શકશે નહીં. ન્યૂઝીલેન્ડ પહેલા જ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ચુકી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની હાલની સિઝનની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા જ ફાઈનલમાં જગ્યા બનાવી ચુકી હતી. તેને ૬૮.૫૨ પોઈન્ટ મળ્યા છે. ભારતીય ટીમ ૬૦.૨૯ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચોથી ટેસ્ટ હાલમાં અમદાવાદમાં રમાઈ રહી છે. આ મેચ પણ ડ્રો તરફ આગળ વધી રહી છે. મેચ હાર્યા બાદ શ્રીલંકાને ૪૮.૪૮ પોઈન્ટ હતા. તો વળી ટેબલમાં ચોથા નંબર પર છે. અન્ય છ ટીમ પહેલાથી જ રેસમાંથી બહાર થઈ ચુકી છે. ફાઈનલ મેચ ૭ જૂનથી ઈંગ્લેન્ડના દ ઓવલમાં રમાશે. પહેલી સીઝનની ફાઈનલમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડથી હાર મળી હતી. ટીમ ઈંડિયાની પાસ આ વર્ષે ૨ આઈસીસી ટ્રોફી જીતવાનો મોકો ચે. ૨૦૧૩થી ભારતીય ટીમ આઈસીસી ટ્રોફી જીતી નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઉપરાંત ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં જ વન ડે વર્લ્ડ કપની મેચો રમાશે. ટીમ ઈંડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૪ મેચની સીરીઝ પહેલા ૨ મેચ જીતીને ફાઈનલમાં જગ્યા લગભગ પાક્કી કરી લીધી હતી. નાગપુર ટેસ્ટે ભારતને ઈનિંગ્સથી જ્યારે દિલ્હી ટેસ્ટમાં તેને ૬ વિકેટથી જીત મળી હતી. જાે કે, ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં કંગારુ ટીમે ૯ વિકેટથી જીત પ્રાપ્ત કરી હતી. સીરીઝની અંતિમ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ્સમાં ૪૮૦ રન બનાવ્યા. જવાબમાં ભારતે ૫૭૧ રન બનાવીને ૯૧ રનની લીડ મેળવી. ચોથા દિવસે રમત ખતમ થવા પર ઓસ્ટ્રેલિયાની ઈંનિગ્સમા વિના વિકેટે ૩ રન બનાવ્યા હતા. આવી રીતે આ મેચ ડ્રોન તરફ આગળ વધી રહી છે.


