Gujarat

ઉનાના ગાંગડા ગામે પેટા આરોગ્ય કેન્દ્રમાં બપોર બાદ અલીગઢના તાળા…

ઉનાના ગાંગડા ગામે દર્દીઓને ગામમાં સારવાર મળે તે માટે મોટી વસ્તી ધરાવતા ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા
છે. અને આ આરોગ્ય કેન્દ્રમાં સી.એસ.ઓ નિમણૂંક કરવામાં આવેલી છે. પરંતુ આ કેન્દ્રમાં બપોર બાદ અલીગઢના તાળા જોવા
મળતા દર્દીઓ હેરાન પરેશાન બની ગયા હતા.
ગાંગડા આરોગ્ય કેન્દ્રમાં સી.એચ.ઓ એ સવારે નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવવાની હોય છે. પરંતુ
આ પેટા આરોગ્ય કેન્દ્રમાં બપોર બાદ તાળા જોવા મળ્યા હતા. જોકે હાલમાં ડબલ ઋતુના કારણે શરદી, ઉધરસ, તાવ જેવા રોગોએ
જોવા મળતા હોય અને આરોગ્ય કેન્દ્ર બપોર બાદ બંધ રહેતા દર્દીઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં ફિલ્ડ માટે
એક એમ.પી.ડબલ્યુ અને એક એફ. એસ. ડબલ્યુ પણ ગામમાં નિમણૂંક કરવામાં આવેલી હોય ગામ લોકોના જણાવ્યા મુજબ જ્યારે
બપોરના બાદ આરોગ્ય કેન્દ્રમાં જઇએ છીએ ત્યારે કોઇ કર્મચારી કે ડોક્ટર હાજરની વાત તો પછીની રહી પરંતુ બહારના ભાગે તાળા
જોવા મળે છે. આ બાબતે આરોગ્ય વિભાગ દ્રારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવે તેવી માંગ ઉઠવા પામેલ છે.

-પેટા-આરોગ્ય-કેન્દ્રમાં-બપોર-બાદ-તાળા-જોવા-મળ્યા-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *