Gujarat

ઊનાના સનખડા ગામમાં મનરેગા યોજના હેઠળ શ્રમિકોની રોજગારો માટે તળાવ ઉંડા કરવાની કામગીરી શરૂ કરાવા માંગ…

ઊનાના સનખડા ગામમાં મજુરી કામ કરતા શ્રમિકોને રોજગારી મળી રહે તે હેતુસર અને સરકારની મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય
વિસ્તારોમાં ચોમાસાની સીઝનમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ઉંડા તળાવ કરવાની કામગીરી મનરેગા યોજના હેઠળ
યોજાવામાં આવતી હોય છે. ત્યારે સનખડા ગામમાં ૪૦૦ જેટલા બેરોજગાર શ્રમિકોને પોતાના ગામમાં રોજગારી મળી રહે તેથી
મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડા કરવાની કામગીરી સનખડા ગામે વહીવટદાર સંચાલીત દ્રારા શરૂ કરાવવામાં આવે તેવી માંગ
ગ્રામજનોવતી જીલ્લા પંચાયત સદસ્ય વીરાભાઇ ઝાલાએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી હતી. જોકે તાલુકાના
અનેક ગામોમાં મનરેગા હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સનખડા ખાસ કરીને બેરોજગાર શ્રમિકોને તાત્કાલીક કામ કળી
રહે અને પોતાના પરીવારનું ગુજરાન ચલાવી શકે તેવા હેતુસાથે જવાબદાર તંત્ર દ્રારા તળાવો ઉંડા કરવાની કામગીરી શરૂ કરાવવામાં
આવે તેવી માંગણી કરેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *