જેતપુરના ગોપાવાડી વિસ્તારમાં મંદિરની દાનપેટી તોડી તસ્કર રોકડ ચોરી ગયાની ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ શહેરના ગોપાવાડી વિસતારમાં આવેલ સીધ્ધેશ્વર મહાદેવ મંદિર ગઇકાલે કોઇ અજાણ્યો સગીર વયનો શખ્સ મંદિરમાં પ્રવેશી એકલતાનો લાભ લઇ દાનપેટીનું તાળુ તોડી તેમાંથી અંદાજીત રૂા.૧૦૦૦ ચોરી કરી લઇ જતો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું આ બાળકબીનદાસ્ત ચોરી કરે છે તો એ અગાઉ રેકી કરી હોવાનું પણ દેખાય છે.
મંદિરના પુજારીએ જણાવેલ કે અગાઉ પણ મંદિરમાં ચોરી થયેલ. પરંતુ નાની ચીજવસ્તુઓની ફરિયાદ કરેલ ન હતી. પોલીસ આ બાબતે તપાસ કરી ભવિષ્યમાં કોઇ ચોરીનો બનાવ અન્ય મંદિરોમાં ન બને તે માટે કડક કાર્યવાહી કરવા પોલીસને જણાવાયું છે.


