ઊના – ગીરગઢડાના ધોકડવા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હેઠળ આજુબાજુના ગામના ૧૫ ગામોનો સમાવેશ થાય છે.
આ ત્યારે આ કેન્દ્રમાં સ્ટાફની ગેરવર્તુણક વ્યવહાર સહીતની ફરજ પ્રત્યેની નિષ્કાળજી અવાર નવાર ગેરહાજરી રહેતા અને લોકો સાથે
ની વર્તુણક જેવી અનેક બાબતોના કારણે પીએચસી વિસ્તારમાં માતા મૃત્યુદર બાળ મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે.જેના કારણે આઅ
કેન્દ્ર ખાતે મહીલોઓ ડિલેવરી માટે આવતી નથી. તેમજ સરકારી મૂળભૂત યોજનાનો લાભ ગરીબ દર્દીઓ સુધી પહોચતો નથી.
ડો.પાંચાભાઇ બલદાણીયાની ફરજ દરમિયાન વારંવાર ગે.કા.સ્ટાફ અને ગામ લોકોની સાથે અછાજતુ વર્ત, પીએચસી વિસ્તારમાં
નિયમીત ટૂર નહી કરવી, ટૂર ડાયરીમાં મુલાકાત દેખાડો કરી પોતાના અંગત કામો કરવા, સરકાર માંથી આવતી પીએચસીના
નિભાવણી ગ્રાન્ટનો દૂર ઉપયોગ કરવો, પીએચસી નીચેના સ્ટાફની સાથે સંકલનનો અભાવ, બાળમૃત્યુદર તથા માતા મૃત્યુદરનું પ્રમાણ
ખૂબજ વધારે , ડિલેવરીની સંખ્યા ખૂબજ નહીવત, ઓપીડી પણ ઓછી, અને હોય આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફના કારણ આવી
પરિસ્થિતી સર્જાયેલ છે. પીએચસીમાં એમપીએચએસ, એકાઉન્ટર, સ્લીપર, સ્ટાફ નર્સ મહીલા સહીતના અલગ અલગ સ્ટાફના
કર્મીઓ દ્રારા પોતાની મનમાની મુજબ કામગીરી કરવામાં આવતી હોય અને સ્ટાફ નર્સની ગેરહાજરીના કારણે મહીલાઓને ડિલેવરી
ખાનગી હોસ્પીટલમાં નાછુટકે જવુ પડે છે. તેમજ વયોવૃધ્ધ મહીલાની ઉમર પુર હોવા છતાં પીએચસીમાં સ્લીપર તરીકેની ફરજમાં
હોય ત્યારે ડિલેવરીની કામગીરી અજ્ઞાનતા કારણે ગે.કા કરેલ છે. આ પીએચસીમાં ફરજ બજાવતા કર્મચારીઓના ગેરવર્તુણના કારણે
અને દર્દીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. જેથી આ બાબતે તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા ધોકડવા ગ્રામ પંચાયતના દ્રારા આરોગ્ય
વિભાગ ગાંધીનગરને લેખિત રજુઆત કરી માંગણી કરી હતી.
