Gujarat

પ્રાચી થી ગાંગેથા જોડતો સિંગલપટી  રોડ અતિ બિસમાર  વારંવાર જાણ કરવા છતાં ત્યાં ના ત્યાં 

હાર્દિક કાનાબાર પ્રાચી

પ્રાચી થી ગાંગેથા જતો સિંગલપટી રોડ હાલ અતિ બિસ્માર હાલત માં જોવા મળી રહ્યો છે જેથી સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે

 પ્રાચી તીર્થ થી ગાંગેથા જતો સિંગલપટી રોડ હાલ ખાડા માં રોડ હોઈ એવી પરિસ્થિતિ માં છે તો એ રોડ પર ભારે  લોડેડ વાહનો  ની પણ સતત અવર જવર રહે છે તેમજ ઘાટવાડ,ગાંગેથા, અરણેજ, તેમજ ભગુડા રૂટ માં જતી એસટી બસો પણ આ જ રોડ પર થી ચાલતી હોવાથી આ ગાંગેથા વાળા સિંગલપટી રોડ માં મસ મોટા ખાડા પડી જતા તેમજ બને બાજુ ની સાઈડો માં પણ ભરતી કરેલી ન હોવાથી  મોટા વાહનો સામે આવતા નાનાં વાહન ચાલકો ને જીવના જોખમે સાઈડ લેવી પડતી હોવા થી વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહેતા હોવાથી તેમજ રોડ પર થી વાહનો નીચે ઉતરી જવાના બનાવો પણ બનતા રહેતા સ્થાનિક લોકો દ્વારા વારંવાર સત્તાધીશો તેમજ અધિકારીઓ ને જાણ કરવા છતાં ધ્યાને લેવાતું નથી અને સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ આ સિંગલ પટી રોડ માં છેલ્લા પાંચ વર્ષ થી કોઈપણ રીપેરીંગ કામ થયેલું નથી તો આ રોડ ની બન્ને સાઈડો બુરી તેમજ રોડ પર પડેલા ખાડા માં યોગ્ય ભરતી કરી ચોમાસુ સરૂ થાઈ એ પહેલાં રીપેર કરી આપવા લોકમાંગ ઉઠી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *