Gujarat

બાળકોમાં ડ્રગ્સ તથા અન્ય પદાર્થોના ગેરકાયદેસર ઉપયોગ અટકાવવા જાહેરનામુ

વંથલી સબ ડિવઝન વિસ્તાર હેઠળના તમામ મેડીકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજીયાત….
 ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના આડેધડ વેચાણ ને અટકાવવા અને માનવ જીવનને નુકશાન ના પહોંચે તેવા હેતુથી વહીવટી તંત્ર દ્વારા મેડિકલ સ્ટોર્સ માટે જાહેરનામું બહાર પાડી કડક અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે ત્યારે વંથલી સબ ડિવીઝન વિસ્તાર હેઠળના તમામ મેડીકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે સાથે જ તેનું 1વર્ષ સુધીનું રેકોર્ડીંગ સાચવવાનું રહે છે.શિડ્યુલ એચ.એચ-1 અથવા એક્સ મુજબની દવાઓનું ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના વેચાણ અટકાવવા માટે વંથલી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હનુલ ચૈાધરીએ જાહેરનામુ બહાર પાડ્યું છે.
રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગ, નવી દિલ્હી દ્વારા બાળકોમાં ડ્રગ્સ તથા અન્ય પદાર્થોના ગેરકાયદેસર ઉપયોગ અટકાવવા માટે તા.09-02-2023 રોજ  ‘‘Prevention of Drugs and Substance Abuse Among Children and illicit Traffiking’’ નામે જોઈન્ટ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્લાનનાં પારા-7 થી મેડિકલ સ્ટોર્સ ખાતેથી દવાઓનાં વેચાણ બાબતે સૂચનાઓ કરવામાં આવી છે. જે સૂચનાઓ મુજબ મેડિકલ સ્ટોર્સ ખાતેથી દવાના વેચાણ સંદર્ભે જાગૃત્ત રહી શકાય તે હેતુસર મેડિકલ સ્ટોર્સ ખાતે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા સૂચનાઓ આપવામાં આવી છે.
જોઇન્ટ એક્શન પ્લાન તથા આવેલ સૂચનાઓ અનુસાર મેડીકલ સ્ટોર્સ ખાતેથી શિડ્યુલ એચ.એચ-1 અથવા એક્સ મુજબની દવાઓનું ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના વેચાણ ન થાય તે હેતુસર સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ જૂનાગઢ દ્વારા સી.આર.પી.સી. કલમ-133,(1)બી હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. આગામી પાંચ દિવસમાં જૂનાગઢ સબ ડિવીઝનના તમામ મેડીકલ સ્ટોર્સ ખાતે, સંપૂર્ણ મેડીકલ સ્ટોર્સનું રેકોર્ડીંગ થઇ શકે તે રીતે  સી.સી.ટી.વી. કેમેરા ફરજિયાતપણે લગાવવાના રહેશે. સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડીંગ 1 વર્ષ સુધી સાચવવાનું રહેશે અને સક્ષમ સત્તાધીકારી દ્વારા માંગવામાં આવ્યેથી તે રજૂ કરવાનું રહેશે.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સી.આર.પી.સી. કલમ-136 માં દર્શાવ્યા મુજબ આઇ.પી.સી. કલમ-188 અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *