Gujarat

     બોડેલી તાલુકા ની ઉત્તર દિશા ના દશ ઉપરાંત ગામો ને જોડતા જાંબુઘોડા – મુઢીયારી માર્ગ ઉપર આવેલા વાલોઠી

ગામ પાસે થી પસાર થતી સુકી નદી પર ના કોઝવે ની મધ્યે પડેલું ગાબડુ વાહન ચાલકો માટે ખતરા રૂપ દિવસ ભર સેકડો વાહનો ની અવર જવર હોવા છતાં ગાબડુ પુરવા માં તંત્ર નિષ્ફળ
   !! કોઝવે ની બંને બાજુ રેલીંગ નો પણ અભાવ !!
    તંત્ર દ્વારા આ ગાબડુ રિપેર કરવામાં આવે તેવી લોક માંગ
               જાણવા મળ્યા મુજબ પંચમહાલ તેમજ છોટાઉદેપુર જિલ્લા ને જોડતા જાંબુઘોડા મુઢીયારી  મુખ્ય માર્ગ ઉપર આવેલ વાલોઠી ગામ પાસે થી પસાર થતી સુકી નદી પર ના કોઝવે ની ઉપર થી રોજે રોજ સેકડો નાના મોટા વાહનો પસાર થાય છે અને આ માર્ગ ઉપર થી બોડેલી તેમજ જાંબુઘોડા સાથે વહેપાર ધંધા રોજગાર અર્થે સંકળાયેલા ગ્રામીણો રોજે રોજ સેકડો ની સંખ્યા માં અવર જવર કરતા હોય છે અને તેઓ વાલોઠી ગામ પાસે થી પસાર થતી સુકી નદી પર ના કોઝવે ઉપર થીજ પસાર થઈ અવર જવર કરતા હોય છે હાલ આ કોઝવે ની બિલકુલ મધ્ય ભાગે મસ મોટુ ગાબડુ પડયુ છે અને આ ગાબડુ અજાણ્યા વાહન ચાલકો માટે અકસ્માત નોતરે તેવું છે
        વાલોઠી ગામ ના કોઝવે પર ના ગાબડા નું રીપેરીંગ કામ કરવામાં કોઈ અઘિકારી કે કર્મચારી ને રસ નથી માત્ર ને માત્ર બોડેલી ઓફિસો માં બેસી માત્ર ને માત્ર બેઠો પગાર લેવા માંજ રસ છે તેમ અહીં ની ગ્રામીણ અને સ્થાનિક જનતા માં ચર્ચાઈ રહ્યું છે હાલ પુર બહાર માં ચાલી રહેલી લગ્ન સરા ની મોસમ તેમજ આગમી સમયે આવી રહેલ હોળી પર્વ ને લઈ અહીં રોજે રોજ સેકડો ની સંખ્યા માં વાહનો ની અવર જવરના પગલે કોઇ ગંભીર અકસ્માત ન સર્જાય એવી રીતે આ ગાબડા નું રીપેરીંગ કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉદભવી છે

IMG-20230227-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *