Gujarat

ભરૂચ પેપરલેસ હોસ્પિટલમાં ૩૦ સેકેન્ડમાં જ રજિસ્ટ્રેશન સહિતની કામગીરી હાથ ધરાશે

ભરૂચ
ભરૂચ સિવિલ હોસ્પિટલના આધુનિકરણ અને મેડિકલ કોલેજ તેમજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હેઠળ વિકસાવવા બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજને મંજૂરી અપાઈ હતી. વડોદરાની રુદ્રાક્ષ એકેડમીને ૯૦ વર્ષના ભાડા પેટે સિવિલનું સુકાન સોપાયું હતું. ડો. કિરણ પટેલે સિવિલ હોસ્પિટલનું સુકાન સંભાળી ડો. કિરણ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિરયુટ શરૂ કર્યું હતું. આજે એક વર્ષ થતા ડો. કિરણ પટેલે ખુદ ભરૂચ આવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવિલમાં અપાતી સેવાઓ, સુવિધાઓનું નિરીક્ષણ કરવા સાથે ડો. કિરણ પટેલે સારવાર લેવા આવતા દર્દીઓ સાથે વાતચીત કરી તેઓના પ્રતિભાવ જાણ્યા હતા. ડો. કિરણ પટેલે જણાવ્યું હતું કે, એક વર્ષમાં સિવિલના સંચાલન, સેવા, સુવિધા અને સારવારમાં ૪૦૦ ટકાનો સુધારો થયો છે. પેહલા સિવિલમાં ૭૦ ડિલિવરી થતી હતી આજે ૩૦૦ થાય છે.ઝીરો સર્જરી સામે આજે મહિને ૩૦૦ થી ૪૦૦ સર્જરી થાય છે. આર્થિક સ્થિતિ સારી ન હોય એવા ગરીબથી લઈ રૂપિયાવાળાને પણ દુનિયાના કોઈપણ ખૂણામાં મળતી સારામાં સારી આરોગ્ય સેવા આપવાનો ધ્યેય તેમણે વ્યક્ત કર્યો હતો.ભરૂચ સિવિલમાં કરોડો રૂપિયા ખર્ચી ઇન્ફ્રાસ્ફક્ચર, ઇકવિપમેન્ટમાં સુધારો કરાઈ રહ્યો છે. એક બે મહિનામાં જ ભરૂચ સિવિલ ભારતની પેહલી પેપેલેસ સિવિલ હોસ્પિટલ બની જશે. જ્યાં ૩૦ સેકેન્ડમાં જ દર્દીઓને લાઈનો લગાવ્યા વગર રજિસ્ટ્રેશન સહિતની કામગીરી હાથ ધરાશે.હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં દર્દીઓ, તબીબો, વિધાર્થીઓ, સ્ટાફ અને નર્સીસ તમામની ક્ષમતા, સેવાઓ, સુવિધાઓ વધારવા સાથે સવલતો આપવા ઉપર ભાર મુકાઈ રહ્યો છે. અહીં અભ્યાસ કરતા મેડિકલ સ્ટુડન્ટસ પણ વિદેશમાં જાય તો ત્યાં પણ તે કલાસ વન રહે તેવું ફોરેન લેવલનું શિક્ષણ અપાઈ રહ્યું હોવાની અંતે ડો. કિરણ પટેલે કેફિયત વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *