મહેસાણા
મહેસાણા શહેરમા રાધનપુર રોડ પર આવેલ ન્યૂ સન્ની મોટર્સ ગેરેજમાં પાર્ક કરેલી ગાડીની રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ ગેરેજ માલિકને થતા તેઓએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ચોરી મામલે ફરિયાદ નોંધાવી છે. મહેસાણા રાધનપુર રોડ પર શક્તિધારા સોસાયટીમાં પાસે આવેલ ન્યુ સન્ની મોટર્સ ગેરેજમાં સંચાલકે પોતાની ય્ત્ન૦૯મ્ઈ૬૭૬૧ નંબરની ગાડી પાર્ક કરી ગાડીની ચાવી દુકાનમાં મુક્યા બાદ લોક મારી ઘરે ગયા હતા.જાેકે મધરાતે અજાણ્યા તસ્કરો ગેરેજમાં આવી દુકાનનું તાળું તોડી તેમાં રહેલા ગાડીની ચાવી લઇ પાર્ક કરેલ ગાડીને ચોરી ફરાર થઇ ગયા હતા. બીજા દિવસે ગેરેજ સંચાલક ત્યાં આવી જાેતા ગાડી નજરે ન પડતા આસપાસના વિસ્તારમાં તપાસ આદરી હતી. જાેકે ગાડી ક્યાંય ન મળતા આખરે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાઇ છે.


