Gujarat

સુરતમાં ૩૧ માર્ચ બાદ પશુઓમાં ચીપ લગાવવાની કામગીરી ફરજીયાત, રૂપિયા પણ વસૂલાશે

સુરત
રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ આપવા માટે મનપા દ્વારા છેલ્લા ઘણા સમયથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ માટે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરીને દરેક પશુઓમાં ઇહ્લૈંડ્ઢ લગાવી રજીસ્ટ્રેશન માટે સુચના આપી છે. સરકારના આ સુચના બાદ સુરત પાલિકા તંત્રએ ઇહ્લૈંડ્ઢ લગાવવાની કામગીરી ઝડપી બની છે. હાલમાં ડોર ટુ ડોર સર્વે કરીને વિના મુલ્યે ચીપ લગાવવાની કામગીરી થાય છે. ૩૧ માર્ચ બાદ ફરજિયાત ચીપ લગાવી પૈસા પણ વસૂલ કરાશે. પાલિકા તંત્રએ પશુપાલકો જાેગ એક જાહેર નોટીસ થકી ૩૧ માર્ચ ૨૦૨૩ પહેલા તમામ પશુપાલકોને વિના મુલ્યે ચીપ લગાવવા માટે સૂચના આપી છે. ૩૧ માર્ચ બાદ ચીપ લગાવવાની કામગીરી ફરજિયાત કરવામાં આવશે અને ત્યારબાદ જે પૈસા નક્કી કરવામા આવ્યા છે તે પણ વસુલ કરવામાં આવશે. જેથી પશુપાલકોને તે પહેલાં ચીપ મુકાવવા માટે પાલિકા તંત્રે અપીલ કરી છે. રખડતા ઢોરોને કારણે સતત અકસ્માત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પણ ખૂબ જ ગંભીરતાથી આ મુદ્દાને લીધો છે. ત્યારબાદ સતત રખડતા ઢોર ઉપર નિયંત્રણ લાવવા માટે પાલિકાઓને આદેશ કરવામાં આવ્યા છે જે અંતર્ગત સુરત શહેરમાં ૬૦ હજાર જેટલા ઢોર છે જે પૈકીના ૪૦,૦૦૦ કરતાં વધારે ઢોરને ચીપ લગાવી દેવામાં આવી છે.

Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *