મહા વદ 13 ના રોજ મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે હડિયાણા ગામે પૌરાણિક મંદિર આવેલું છે. જેની સૌ પ્રથમ જીર્ણોધાર સવત 0577 માં કરવામાં આવેલ. જેને આજરોજ સવત 2079 ચાલી રહી છે. આશરે 1500 વર્ષ જુના જમાનાનું મંદિર આવ્યું છે. અને મહાશિવરાત્રી ના દિવસે બપોરના 1 વાગ્યે મહાદેવજીના પચધાતુ નું શિવજી નું મહોરું લાકડાની પાલખી માં વિધિવત પૂજનવુધી કર્યા બાદ ગામમાં શિવજીની શોભાયાત્રા નીકળે છે. અને તેમની સાથે સાથે શ્રી કાશીવિશ્વનાથ મિત્ર મંડળ દ્વારા દુધકોલડ્રિન્ક બનાવી ને પ્રસાદી રૂપે સમગ્ર ગ્રામજનોને આપવામાં આવે છે. અને વાજતેગાજતે હર હર મહાદેવ ના નારા સાથે સમગ્ર ગ્રામજનોએ શોભાયાત્રા માં ભાગ લેવામાં આવે છે. અને આ સમગ્ર આયોજન કાશીવિશ્વનાથ મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે………………………..
રિપોર્ટર::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા………


