છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાએ પોતાના સંસદીયક્ષેત્રના દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને પડતી મુશ્કેલીઓને લઈને કેન્દ્રીય સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતને ૨૩ જૂનના રોજ એક પત્ર લખી આગ્રહ કર્યો કે અમારા સંસદીય વિસ્તારમાં દિવ્યજન અને વરિષ્ઠ નાગરિકોને શારીરિક સહાયતા ઉપરાંત જીવન યાપન માટે જરૂરી ઉપકરણો રાષ્ટ્રીય વ્યોશ્રી યોજનાનો કેમ્પ રાખવામાં આવે તો તેનો લાભ દિવ્યાંગ લાભાર્થીઓને મળી શકે તેમ છે.સાંસદ ગીતાબેન રાઠવાના પ્રયત્નથી રાષ્ટ્રીય વ્યોશ્રી યોજના થકી અત્યાર સુધીમાં છોટાઉદેપુર જિલ્લામાં અનેક કેમ્પ થકી દિવ્યજનોને મફતમાં સાધન સામગ્રી મળતા તેમના જીવનમાં પ્રકાશ પથરાયો છે.સાંસદ ગીતાબેન રાઠવાના અથાગ પ્રયત્નો ઘ્વારા સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રાલય,ભારત સરકારની ADIP યોજના અને એલિમકો કંપનીના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લામાં ૨૫ મી માર્ચના રોજ સવારે ૯ કલાકે સ્વામિનારાયણ સત્સંગ હોલ છોટાઉદેપુર ખાતે દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધન સહાય જેમાં ટ્રાઇસિકલ,મોટરાઇઝ્ડ,બગલ ઘોડી,કેલિપર્સ,મંદ બુદ્ધિવાળાને MR કીટ,બ્લાઇન્ડ સ્ટિક,હિઅરીંગ મશીન,અંધ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ મોબાઈલ ફોન,બ્રેઇલ કીટ,સ્માર્ટ કેન,વહીલ ચેર વગેરે વિતરણ માટે દિવ્યાંગ સહાય સાધન વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો છે.જેમાં છોટાઉદેપુર તાલુકાના ૮૩,બોડેલી તાલુકાના ૧૦૭,નસવાડી તાલુકાના ૩૦,કવાંટ તાલુકાના ૧૧૪,સંખેડા તાલુકાના ૭૧,જેતપુર પાવી તાલુકાના ૧૮૧ મળી ૫૮૯ દિવ્યાંગોને સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
