*૨૦૧૧ થી પાણીના કુંડા અને ચકલી ઘરનો નિશુલ્ક વિતરણ કરવામાં આવે છે*
હાલ જોવામાં આવે તો માર્ચ મહિનાની શરૂઆત થઈ છે ત્યારે ગરમીનો પારો પણ વધી રહ્યો છે ત્યાં તેને ધ્યાને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ 20 માર્ચ એટલે કે ચકલી દિવસ નિમિત્તે પાણીના કુંડા અને ચકલી ઘરનું નિશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ સંચાલિત પ્રજાપતિ ભવનમાં છેલ્લા ૨૦૧૧ થી પાણીના કુંડા અને ચકલી ઘરનું શિક્ષકો દ્વારા નિશુલ્ક વિતરણ કાર્ય કરવામાં આવે છે. બાળકોમાં પશુ પક્ષીઓ માટે જાગૃતિ આવે એ લક્ષથી આ વર્ષે ૫ હજાર નંગ પાણીના કુંડા અને ૨ હજાર નંગ ચકલી ના ઘર વિનામૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યા છે અને ચકલીની પ્રજાતિ વધતી રહે અને તેમનું રક્ષણ થાય એ લક્ષ સાથે પાણીના કુંડા અને ચકલી ઘર નિશુલ્ક વિતરણ કરવામાં આવે છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


