જુનાગઢના માંગરોળમા હરીકીર્તનાલય શ્રીરામ ધુન મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી રામનવમી ની ભવ્ય શોભાયાત્રા ની તૈયારીઓને લઈ વિવિધ ધાર્મીક સામાજીક રાજકીય સંગઠનના આગેવાનો વેપારી અગ્રણીઓ સાથે બેઠક નુ આયોજન કરાયુ.
માંગરોળમાં આગામી 30 માર્ચ ને રામનવમી ના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને શ્રીરામ ધુન મંડળ ના નેજા હેઠળ સમસ્ત હિન્દુ સમાજ ની સાથે વિશાળ શોભાયાત્રા નિકળશે ત્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાય તે માટે સુઘળ વ્યવસ્થા જાળવવા તેની પૂર્વ તૈયારી ના ભાગ રૂપે એક બેઠક બોલાવવામાં આવી હતી.
આ બેઠક વિશ્વ હિન્દુ પરિષદ ગિરસોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણીયા દ્વારા ઓમકાર મંત્ર તેમજ વિહિપ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી દ્વારા વિજયમંત્ર બોલાવી બેઠક પ્રારંભ કરાઈ હતી.
આ બેઠકમાં હરીશભાઈ રુપારેલીયા , વિહિપ ઉપ પ્રમુખ પરેશભાઈ જોષી, મંત્રી પ્રફુલભાઈ નાંદોલા દ્વારા ઉપસ્થિત આગેવાનો સાથે શોભાયાત્રાની તૈયારીઓ માટે જુદા જુદા કામો અને આયોજનની ચર્ચા વિચારણા કરી આ શોભાયાત્રા ભવ્યાતિભવ્ય નિકળે તે માટે અલગ અલગ સુચનો પણ કર્યા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માંગરોળ શહેર અને તાલુકાની ધર્મપ્રેમી જનતા ને રામનવમી દિવસે બપોર બાદ પોતાના ધંધા રોજગાર બંદ રાખી બહોળી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી.
આ બેઠકમાં વિહિપ ના મહેશભાઈ ઘેરવડા બજરંગ દળ પ્રમુખ ધવલ પરમાર, કમલેજી સહીત આગેવાન કાર્યકરો અને શ્રીરામ ધુન મંડળના,સૈલેશભાઈ યાદવ, ભાજપ ના લિનેશભાઈ સોમૈયા, ભગીરથસિંહ ચુડાસમા,વંદેમાતરમ ગૃપના સુદીપભાઈ ગઢિયા,ગૌરક્ષા સેનાના ગોવિંદભાઈ, સુરજભાણ સહીત વિવિધ હોદ્દેદારો વેપારીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


