જામનગર જિલ્લા અને તાબાની પેટા તિજોરી કચેરીમાંથી IRLA સ્કીમ હેઠળ બેન્ક મારફત કેન્દ્ર તથા ગુજરાત
સરકારનું પેન્શન મેળવતા પેન્શનરશ્રીઓને જિલ્લા તિજોરી અધિકારીશ્રી જામનગર દ્વારા જણાવાયું છે કે આગામી નાણાકીય
વર્ષ 2023-24 માં જે પેન્શનરોની આવક કરપાત્ર થતી હોય તેવા પેન્શનરોએ આવકવેરા કાયદા હેઠળ new regime અને old
redime એમ બે વિકલ્પ આપવામાં આવેલ છે તે પૈકી જે પેન્શનરો old regime નો વિકલ્પ સ્વીકારવા માગતા હોય તેઓએ
જ જિલ્લા તિજોરી કચેરીને લેખિતમાં તા. 20/3/2023 સુધીમાં વિકલ્પ આપવાનો રહેશે. જે પેન્શનરોએ old redime નો
વિકલ્પ આપેલ હશે તે સિવાયના બાકીના પેન્શનરોને new regime નો વિકલ્પ સ્વીકારવા માંગે છે તેમ માનીને આવકવેરા
કાયદા હેઠળ કરપાત્ર આવક પર આવકવેરાની કપાત કરવામાં આવશે જેની નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારીશ્રી જામનગરની
યાદીમાં જણાવાયું છે.
