Gujarat

બોડેલી ખાતે આવેલ માય શાનેન સ્કુલ માં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ જે.સી.ટી ગૃપ સંચાલીત માય શાનેન સ્કુલ, બોડેલી ખાતે તા.૧૩-૦૩-૨૦૨૩ ને  સોમવારના રોજ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેમાનશ્રી ક્રિષ્નાબેન પાંચાણી (ડી.ઇ.ઓ, છોટાઉદેપુર)  દ્વારા રીબીન કાપીને વિજ્ઞાનમેળાનું  ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.તેમજ બોડેલી તાલુકાના સી.આર.સી રાકેશભાઈ પટેલ,  શાળાના ચેરમેનશ્રી લોકેન્દ્રસિંહ વાંસદિયા, ટ્રસ્ટી શ્રી સંજયસિંહ રાજપરમાર, શાળાના હેડ વૈદેહીબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિ-પ્રાયમરી અને ધોરણ-૧ થી ૮ ના ગુજરાતી માધ્યમ તથા અંગેજી માધ્યમના ૨૫૦ જેટલા વિધાથીઓએ ૧૦૦ જેટલી સુંદર વિજ્ઞાન ની કૃતિઓ રજુ કરી. જેમ કે સૂર્ય મંડળ, સુએઝ ટ્રીટમેન્ટ, સોલાર હાઉસ, પવન ચક્કી. એર-કુલર, હાઈડ્રોલીંક પુલ, જ્વાળામુખી, આદર્શ ગામ, વૃક્ષો બચાવો. વિજ્ઞાન મેળાને  સફળ બનાવવા માટે શાળાના વિજ્ઞાન શિક્ષકોએ સિંહ ફાળો આપ્યો. શાળાના આચાર્ય શ્રી હાર્દિક ડાબસરા(ગુ.મા) અને આશિષભાઈ કોળી (અં.મા) ના માર્ગ-દર્શન હેઠળ  વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન થયું. વિજ્ઞાન મેળામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા  સર્ટીફીકેટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230313-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *