Gujarat

બાળકોમાં એડેનોવાઇરસનું જોખમ વધારે:શરદી-ઉધરસને નજરઅંદાજ ન કરો, અડવાથી કે સેક્સથી પણ ફેલાઈ શકે છે આ વાઇરસ, જાણો લક્ષણો અને ઉપાય

એક 13 વર્ષની બાળકીને થોડા દિવસ પહેલાં શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી હતી, તાવ પણ હતો, પરિવારજનોએ બાળકીને હોસ્પિટલમાં દાખક કરવામાં આવી હતી, આ બાદ રિપોર્ટ કરવામાં આવતા એડેનોવાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તબિયત વધુ ખરાબ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવતા બાળકીનું નિધન થયું હતું. હાલ તો લોકોમાં એડેનોવાઇરસનો ભય જોવા મળી રહ્યો છે. આવો જાણીએ શું છે આ બીમારી અને બાળકોને જ કેમ ઝપેટે લઇ રહી છે. કામના સમાચારમાં જાણીશું બીમારીના લક્ષણો અને તેના ઉપાય.આજના અમારા એક્સપર્ટ છે, ડૉ. વિવેક શર્મા બાળરોગ નિષ્ણાત જયપુર, AIIMS, જોધપુરના બાળરોગ નિષ્ણાત ડૉ. અરુણ કુમારેન્દુ સિંઘ, આરોગ્ય સેવાઓના નિયામક (DHS) ડૉ. સિદ્ધાર્થ નિયોગી, સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC), બંગાળના બાળ આરોગ્ય વિભાગના નિષ્ણાત.સવાલ : શું છે એડેનોવાઇરસ?
જવાબ : નામ પરથી જ સમજી જઈએ છીએ કે, આ એક પ્રકારનો વાઇરસ છે , જેની અસર હળવી પણ હોઈ શકે છે અને અમુકવાર સ્થિતિ ગંભીર પણ થઇ શકે છે.
સરળ શબ્દોમાં કહેવામાં આવે તો તે સૌથી પહેલા તમારા શ્વાસને અસર કરે છે. આ પછી અન્ય સમસ્યાઓ થાય અને અને ઇન્ફેક્શન ધીમે ધીમે ફેલાવા લાગે છે.
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, આ વાઈરસ સામાન્ય રીતે હળવી શરદી અથવા ફ્લૂ જેવી બીમારીનું કારણ બને છે. એડેનોવાઈરસ આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે થઇ શકે છે. સામાન્ય રીતે, તે શિયાળાના અંતમાં અને વસંતઋતુના પ્રારંભમાં સૌથી વધુ થાય છે.સવાલ : શું એડેનોવાઇરસના કેસ ફક્ત પશ્ચિમ બંગાળમાં જ છે કે પછી બીજા રાજ્યમાં જોખમ નથી? જવાબ : ના, એવું બિલકુલ નથી.આ ગેરસમજમાં ન રહો.પશ્ચિમ બંગાળ સિવાય અન્ય સ્થળોએ પણ આ વાઈરસનું જોખમ એકસરખું જ છે. લોકો ડોક્ટરો સુધી પહોંચી રહ્યા છે.તેના લક્ષણો દર્દીઓમાં પણ જોવા મળે છે, પરંતુ ઘણી જગ્યાએ તે સરળતાથી ઠીક થઈ જાય છે .લોકો પોતાના ઘરે રહીને સ્વચ્છતા અને ખાવા-પીવાની વસ્તુઓનું સારી રીતે ધ્યાન રાખી રહ્યા છે. જેના કારણે તે 5-6 દિવસમાં સંપૂર્ણ રીતે ઠીક થઈ જાય છે.સવાલ : પુખ્ત વયના લોકો કરતાં બાળકોમાં એડેનોવાઇરસ વધુ જોવા મળે છે, શું પુખ્તો તેનાથી બચી જશે?જવાબ : ના, એવું નથી, બધા જ લોકોને આ બીમારી ઝપેટે લે છે. આ બીમારી ટીબી, કિડની જેવા ગંભીર રોગોથી પીડિત લોકોને સરળતાથી ઈન્ફેક્ટેડ કરે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને પણ જોખમ વધારે રહે છે.સવાલ : શા માટે નાના બાળકોને આ વાઈરસનું સૌથી વધુ જોખમ છે? જવાબ: સીડીસીએ તેના રિપોર્ટમાં કહ્યું કે આ વાઈરસ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સૌથી ખતરનાક છે. આ ઉંમરે બાળકોની રોગપ્રતિકારક શક્તિ થોડી નબળી હોવાથી તેઓ સરળતાથી એડીનોવાઈરસની ઝપેટે આવી જાય છે.
સામાન્ય રીતે આ વાઇરસ નવજાત અને નાની ઉંમરના બાળકોની કાળજી લેતા સમયે ફેલાઈ છે. એક બાળકની સાફ-સફાઈની સાથે-સાથે બીજા બાળકને અડકીએ છીએ તો આ રોગ ઝડપથી ફેલાઈ જાય છે. તો બીજી તરફ ક્લીવલેન્ડ ક્લિનિકના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બાળકો તેમના રમકડા મોંમાં નાખે છે અને પછી તેને અહીં-ત્યાં ફેંકી દે છે. આ પછી થોડા સમય પછી તેઓ તેની સાથે રમવાનું શરૂ કરે છે. જેના કારણે તેમના શરીરમાં અનેક કીટાણુઓ જતા રહે છે. જે તેમના સ્વાસ્થ્ય માટે ખરેખર હાનિકારક સાબિત થઇ શકે છે.આ વચ્ચે ડોક્ટરોએ એક એડવાઈઝરી બહાર પાડી છે, આવો જાણીએ….ફલૂ જેવા લક્ષણો જોવા મળે તો બાળકોનું વિશેષ ધ્યાન રાખો.બાળકોના ટેસ્ટ કરાવો અને તેની તબિયત પર ધ્યાન આપો.ઘરમાં કોઈને શરદી-ઉધરસ હોય તો બાળકોથી દૂર રહો.ડોક્ટરની સલાહ લઈને જ દવાઓ લો.સવાલ : શું એડેનોવાઇરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે છે?એકબીજાની સામે છીંકવાથી કે પછી ઉધરસ ખાવાથી આ બીમારી ફેલાઈ શકે છે. અથવા તો સંક્રમિત વ્યક્તિના કોન્ટેક્ટમાં આવવાથી અથવા તો મળની સાફ-સફાઈમાં જો લાપરવાહી કરવામાં આવે તો ચાન્સ વધી શકે છે.આંખથી પણ આ વાઇરસ ફેલાવવાના ચાન્સ રહે છે.
સીડીસી અનુસાર,એડેનોવાઇરસ સંપર્ક, સ્પર્શ, હાથ મિલાવવા અને સંબંધો બાંધવાથી એક ચેપગ્રસ્ત વ્યક્તિથી બીજામાં ફેલાઈ શકે છે.સવાલ : બાળકોમાં શરદી-ઉધરસ કેટલા દિવસ રહે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ?જવાબ : જો 3 દિવસથી વધારે શરદી કે ઉધરસ રહે અથવા તો એડેનોવાઇરસનાં કોઈ લક્ષણો જોવા મળે તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.સવાલ : આ પહેલાં પણ આ વાઇરસ ફેલાઈ ચુક્યો છે?જવાબ : હા, આ સીઝનલ ઇન્ફેક્શન છે. 2018માં પણ એડેનોવાઇરસના કેસ દેશમાં નોંધાઈ ચુક્યા છે.સવાલ : કોરોનાની જેમ આ વાઇરસ પણ જોખમકારક હોઈ શકે છે?જવાબ : ના, કોરોનાની જેમ આ વાઇરસ વધુ જોખમકારક નથી, તેથી ગભરાવવાની કોઈ વાત નથી પરંતુ સમયસર ઈલાજ કરાવવો ખુબ જ જરૂરી છે.સવાલ : એડેનોવાઇરસની કોઈ દવા કે વેક્સિન છે?
જવાબ : સામાન્ય રીતે આ વાઇરસની કોઈ ખાસ દવા નથી, લક્ષણોને કંટ્રોલ કરવા માટે અને તાવ આવે ત્યારે પેરાસીટામોલ લઇ શકો છો. વધારે પાણી પીઓ અને ડોક્ટરોને તમારા લક્ષણો વિશે જણાવો, જેનાથી ઈલાજ થઇ શકે.

WhatsApp-Image-2023-02-27-at-10.00.46-AM.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *