Gujarat

જેતપુરમાં બે ભાઈઓને જાહેરમાં ધોકાવાળી કરનાર 7 શખ્સ સામે અંતે ગુનો નોંધાયો

જેતપુરમાં બુધવારની રાત્રે સરદાર ચોકમાં માજી સુધરાઈ સભ્યનાં બે પુત્રો પર થયેલા ધોકાથી હુમલાની ઘટનામાં અંતે પોલીસે 7 શખ્સ સામે રાયોટ સહિતની કલમો અન્વયે ગુનો નોંધી તમામની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ બુધવારની રાત્રે શહેરના સરદાર ચોકમાં ડિલક્ષ પાન નામની દુકાન ધરાવતાં વિજયભાઈ રામશીભાઈ પટાર સાથે બે કાઠી દરબાર શખ્સો માથાકુટ કરતાં હોવાનો કોલ આવ્યા બાદ યોગેશભાઈ સામત ભાઈ સાંજવા અને નાનો ભાઈ રામદેવ એમ બન્ને સરાદર ચોકમાં પહોચ્યા હતાં. આ બન્ને ભાઈએ સાથે કાકાનો દિકરો એવા નીતિનભાઈને પણ લીધા હતાં.
બનાવ સ્થળે પહોંચતાં બનેવઈ વિઝયભાઈને મુંઢ માર માર્યો હોવાથી પ્રતિકાર કરાતાં ત્યાં પહેલેથી જ ધોકા સાથે ઉભેલા 7 શખાસ યોગેશ અને રામદેવ પર તુટી પડીને ભયનો આતંક ફેલાવ્યો હતો. દરમ્યાન યોગેશ સાંજવાની ફરિયાદ પરથી જેતપુર પોલીસે વિપુલ હાથી લાલુ (રબારીકા), રણજીત ઉર્ફે રાણો દીલુ લાલુ (રબારીકા) યુવરાજ બસીયા (જેતપુર), આશિષ ઉર્ફે ભુરો (જેતપુર), મેહુલ બારોટ (જેતપુર) સાગર ઉર્ફે બુધો (જેતપુર) તેમજ એક અજાણ્યો એમ 7 હુમલાખોરો સામે રાયોટીંગ સહિતની ગંભીર ગુનાની કલમો સાથે ગુનો નોંધી તમામની ધરપકડની તજવીજ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *