Gujarat

સુપ્રીમ કોર્ટના એક ર્નિણયથી સમગ્ર દેશમાં મ્.ઈઙ્ઘની ડિગ્રી ધરાવતા અને શિક્ષકની ભરતીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓમાં ભારે રોષ

અમદાવાદ
સુપ્રીમ કોર્ટના એક ર્નિણયથી સમગ્ર દેશમાં મ્.ઈઙ્ઘ શિક્ષકની ભરતીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. હકીકતમાં, રાજસ્થાન હાઈકોર્ટના ર્નિણયને યથાવત રાખતા સુપ્રીમ કોર્ટે તાજેતરમાં પ્રાથમિક શિક્ષક માટે મ્.ઈઙ્ઘ ની પાત્રતા નાબૂદ કરી છે. આ ર્નિણય બાદ મ્.ઈઙ્ઘ ડિગ્રી ધારકો પ્રાથમિક શિક્ષક માટે લાયક નહીં રહે. આ માટે, મ્‌ઝ્ર ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓને જ ધોરણ પાંચ સુધી ભણાવવા માટે લાયક ગણવામાં આવશે. આ સાથે, આ બાબત મ્.ઈઙ્ઘ દૃજ મ્‌ઝ્ર (ગુજરાતમાં ઁ્‌ઝ્ર) બની ગઈ છે. આખરે આ મામલો શું છે? સુપ્રીમ કોર્ટે આવું કેમ કર્યું? આ ર્નિણયથી કેટલા વિદ્યાર્થીઓને અસર થશે? શું છે વિદ્યાર્થીઓની માંગ? આવા અનેક સવાલો સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (દ્ગઝ્ર્‌ઈ) જે દેશભરના શિક્ષકોની લાયકાત નક્કી કરે છે, તેણે ૨૮ જૂન, ૨૦૧૮ ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જે મુજબ મ્.ઈઙ્ઘ વિદ્યાર્થીઓને વર્ગ ૧ થી ૫ ભણાવવા માટે લાયક છે.. તેના આધારે ઘણા વિદ્યાર્થીઓએ તૈયારી શરૂ કરી દીધી હતી. દ્ગઝ્ર્‌ઈની સૂચના પછી રાજસ્થાન સરકારે ઇ્‌ઈ્‌ (રાજસ્થાન શિક્ષક પાત્રતા પરીક્ષા) ની સૂચના પણ બહાર પાડી. આ જાહેરનામામાં મ્.ઈઙ્ઘ વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષક માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. એટલે કે મ્.ઈઙ્ઘ ધારક વિદ્યાર્થીઓ ઁઇ્‌ પરીક્ષામાં બેસી શક્યા ન હતા. આ બે સૂચનાઓ પછી, મ્.ઈઙ્ઘ અને મ્‌ઝ્ર વચ્ચે વિવાદ શરૂ થયો. મ્.ઈડ્ઢ દૃજ મ્‌ઝ્ર ઉદભવતાની સાથે જ ર્નિણયને રાજસ્થાન હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો. આ સાથે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન (ડ્ઢ.ઈઙ્મ.ઈડ્ઢ) ધારકોએ મ્.ઈઙ્ઘ ડિગ્રી ધારકોની ભરતીને પણ પડકારી હતી. રાજસ્થાન સરકારે આ મામલે ડ્ઢ.ઈઙ્મ.ઈડ્ઢ વિદ્યાર્થીઓને ટેકો આપ્યો હતો. હાઇકોર્ટે, સુનાવણી પછી, ૨૫ નવેમ્બર, ૨૦૨૧ ના ??રોજ દ્ગઝ્ર્‌ઈની સૂચનાને નકારી કાઢી અને મ્‌ઝ્ર અને ડ્ઢ.ઈઙ્મ.ઈડ્ઢ વિદ્યાર્થીઓની તરફેણમાં ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે મ્.ઈઙ્ઘ ડિગ્રી ધારકો પ્રાથમિક શિક્ષકના પદ માટે લાયક રહેશે નહીં. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર દેવેશ કુમારનું કહેવું છે કે લગભગ ૩ કરોડ મ્.ઈઙ્ઘ ડિગ્રી ધારક વિદ્યાર્થીઓને આ ર્નિણયથી સીધી અસર થશે. વિદ્યાર્થીઓ દાવો કરે છે કે આ ડિગ્રી ધરાવતા લાખો ઉમેદવારો દ્ભફજી, દ્ગફજી જેવી શાળાઓમાં શિક્ષક તરીકે કામ કરી રહ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટથી નિરાશ થયા બાદ મ્.ઈઙ્ઘ ધારક વિદ્યાર્થીઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. પરંતુ અહીં પણ તેને નિરાશા હાથ લાગી હતી. તમામ દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના ર્નિણયને યથાવત રાખ્યો હતો. કલમ ૨૧છને ટાંકીને કોર્ટે કહ્યું કે શિક્ષણના મૂળભૂત અધિકારમાં મફતની સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણનો પણ સમાવેશ થાય છે. આ શિક્ષણ વિના કોઈ અર્થ નથી. કોર્ટે વધુમાં કહ્યું કે મ્.ઈઙ્ઘ ધારકો પાસે ધોરણ ૧ થી ૫ સુધીના બાળકોને ભણાવવા માટે જરૂરી કુશળતા અને અભિગમ નથી. તેઓ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકશે નહીં, તેથી તેઓ તેના માટે અયોગ્ય ગણાશે. મ્.ઈઙ્ઘ ધારક વિદ્યાર્થી કોમલ તિવારીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે અમારી તૈયારીમાં ઘણાં પૈસા અને સમયનું રોકાણ કર્યું છે. તે વ્યર્થ ન જવું જાેઈએ. ડિગ્રી પૂર્ણ કર્યા પછી નોકરીની તકો મળવી જાેઈએ. તેમણે વધુમાં કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના ર્નિણયનું સન્માન કરીએ છીએ પરંતુ નુકસાનની જવાબદારી કોણ લેશે. અમારા પરિવારને અમારી પાસેથી ઘણી આશાઓ છે પરંતુ આ ર્નિણયે અમને બધાને નિરાશ કર્યા છે. અમે સમય, પૈસા, આશા બધું ગુમાવ્યું છે.” વિદ્યાર્થીઓની માંગ છે કે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના ર્નિણયને રદ કરવા માટે વટહુકમ લાવીને ફરીથી મ્.ઈઙ્ઘ ઉમેદવારોને પ્રાથમિક શિક્ષકની ભરતી માટે લાયક જાહેર કરે. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે તેઓ ટીજીટી અને પીજીટી જેવી અન્ય શ્રેણીઓમાં પણ ખાલી જગ્યાઓ ઇચ્છે છે. સુપ્રીમ કોર્ટે પ્રાથમિક શિક્ષક માટે અયોગ્ય જાહેર કર્યા બાદ મ્.ઈઙ્ઘ ધારક વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો છે. પહેલા તેણે ટિ્‌વટર પર એક અભિયાન ચલાવ્યું. આના દ્વારા ઈંઉીદ્ગીીર્ઙ્ઘંઙ્ઘિૈહટ્ઠહષ્ઠીર્હ્લમિ્ઈડ્ઢ ઈંઉીઉટ્ઠહંમ્ઈડ્ઢૈંદ્ગઁઇ્‌ જેવા ટ્રેન્ડ ચલાવવામાં આવ્યા હતા. જે અંતર્ગત અત્યાર સુધીમાં લાખો ટિ્‌વટ કરવામાં આવી છે. હવે અલગ-અલગ સ્થળોએ ભેગા થઈને તેઓ શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છે. સાથે જ દેશવ્યાપી આંદોલનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભલે બી.એડ.ના વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે અને વટહુકમ લાવવાની માંગણી કરી રહ્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટના ર્નિણય બાદ કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *