વનવિભાગ વિરૂધ અરજીઓ તેમજ આર ટી આઇ કરતા મારમાર્યો,
નામદાર કોર્ટમાં અરજી કરતા કોર્ટે આરોપીને શરતી જામીન આપેલ..
ગીરગઢડાના ફરેડા ગામે રહેતા જેઠાભાઇ રામભાઇ બારૈયા એ જણાવેલ કે બાબરીયા રેન્જના જાખિયા રાઉન્ડના વનવિભાગના
કર્મચારીએ લઇ જઇ બાબરીયા ધામધમકી આપી હતી. અને કહેલ કે અમારી વિરૂધ રજુઆત કે આર ટી આઇ કરેલ છે તે ખેચી લેજે
અને અમે કહીએ તે નિવેદન આપી દે નહી તો તને અમે ગમે તે ગુન્હામાં સંડોવી દેશું તેવું ધમકી આપી હતી. ત્યાર બાદ ગઇ કાલે ફરેડા
ગામમાં વનવિભાગ કર્મીઓ આવી અને ગામ લોકોને કહેલ કે જેઠાભાઇ ક્યા છે તેને અમારે જોવો છે તેમ કહી મારૂ નામ બદનામ
કરવાની કોશીષ કરી હતી. અને અમારા વિરૂધ રજુઆત કરેલ જેની દાજ રાખી અને હું માલઢોર ચરાવતો હતો. ત્યારે વનવિભાગ દ્રારા
ધરપકડ કરી લઇ ગયા અને અમે કહીએ તે મુજબ નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો. અને મોબાઇલનો લોક ખોલવા તેમજ
અરજીઓ કરી હોય આ બાતે મને પાછળના ભાગે પાટા વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. આ અંગે નામદાર કોર્ટમાં ફરીયાદ કરી
હતી.
આ બાબતે નામદાર કોર્ટે જેઠાભાઇને મેડીકલ સારવાર અર્થે સરકારી હોસ્પીટલે રીફર કરેલા હતા. ત્યાર બાદ નામદાર કોર્ટે આગળની
કાર્યવાહી કરવામાં આવેલ. બાદ આરોપી જેઠાભાઇની જામીન અરજી કરેલ જેમાં નામદાર કોર્ટે શરતી જામીન આપવામાં આવેલ
હોવાનું આરોપીના વકીલ એસ એસ જવેરીએ જણાવેલ હતુ;.
