Gujarat

 શ્રી અન્નમાંથી બનાવેલ પોષણક્ષમ અને સ્વાદિષ્ટ વાનગીઓનું નિદર્શન કરાયું  

કેશોદ ખાતે કેવદ્રા રોડ પરની ન્યુ એરા પ્રોફેસર એકેડેમીમાં આયોજિત જિલ્લા કક્ષાની શ્રી અન્ન મિલેટ્સ વાનગી સ્પર્ધામાં સહભાગી થનાર આંગણવાડી બહેનોએ ભારતના પરંપરાગત વિવિધ શ્રી અન્નમાંથી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી નિદર્શન કર્યું હતું. જેનું મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ નિરીક્ષણ કરવાની સાથે આ પોષણક્ષમ વાનગીઓની જાણકારી મેળવી હતી. ઉપરાંત આંગણવાડી બહેનોએ બનાવેલ આ સ્વાદિષ્ટ વાનગીઓનો ટેસ્ટ કરીબાળકોના પોષણ માટે તેમની મહેનતને બિરદાવી હતી.

   જિલ્લાના જુદા-જુદા તાલુકામાંથી શ્રી અન્ન મીલેટ્સ સ્પર્ધામાં વિજેતા થઈને આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં મીલેટ્સમાંથી પોષણક્ષમ અને સ્વાદિષ્ટ વાનગી બનાવનાર આંગણવાડી બહેનોને મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ભેસાણના ચુડા આંગણવાડી કેન્દ્ર-૪ના દક્ષાબેન વેગડાબીજા ક્રમે ભેસાણના છોડવડી આંગણવાડી કેન્દ્રના ગૌરીબેન ચાવડા અને ત્રીજા ક્રમે માણાવદર તાલુકાના જીનલબેન વાઘેલા રહ્યા હતા.

mantrishri-bhanuben-6.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *