લીલીયા તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુંદરણ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. એમ. જોષી તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો.એ. કે. સિંઘ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. એમ. એ. સિધ્ધપુરા અને સી.ડી.પી.ઓ. શ્રદ્ધાબેન શુક્લ ના માર્ગદર્શન તળે તાલુકાના આંગણવાડી કાર્યકરબહેનો તથા તેડાગર બહેનો તથા મુખ્ય સેવિકા બહેનોની આરોગ્ય તપાસ કરવામાં આવી જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, મોઢાનું કેન્સર,સ્તન કેન્સર તથા ગર્ભાશયના મુખના કેન્સર ની તપાસ કરવામાં આવી. કુલ 51 આંગણવાડી કાર્યકર તથા તેડાંગર બહેનોની તપાસ કરવામાં આવી તથા જેની એનસીડી પોર્ટલમાં એન્ટ્રી કરવામાં આવી. તેની સાથે તમામ બહેનોના આભા કાર્ડ કાઢવામાં આવ્યા. સમગ્ર કેમ્પને સફળ બનાવવા ડો. મયંકભાઇ સોલંકી, આયુષ ડો.નેહાબેન પીપલીયા તથા આરોગ્ય કેન્દ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ તેમ ઈમરાન પઠાણ ની યાદીમાં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


