રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા ભરતભાઇ મુહાભાઇ વાળા દ્વારા ટાઉન બીટ ઇન્ચાર્જ તરીકેની કામગીરી દરમ્યાન તેઓએ સુંદર કામગીરી કરવામા આવી હતી.રાજુલા પો.સ્ટે, એ-પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૩૦ ૧૭૧/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ જે મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોબાઇલ તથા અન્ય ચોરીના ૧૨ મોબાઇલ મળી કુલ રૂ.૧,૨૬,૯૯૦ ના મુદામાલ સાથે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાના કુલ-૦૫ ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી તમામ મુદામાલ રીકવર કરી શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવેલ હતી. ત્યારે જાફરાબાદ મુકામે જીલ્લા કક્ષાનો ૭૭ માં સ્વાતંત્ર્ય દિવસ પર્વની નિમિતે સરાહનીય કામગીરી કરનાર કર્મચારીઓનો સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે જીલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓનું જીલ્લા કલેકટર અજય દહિયા તથા અમરેલી જીલ્લા પોલીસ વડા હિમકરસિંહના વરદહસ્તે બી.એમ.વાળાને પ્રમાણપત્ર આપી અભિનંદન આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત બી.એમ.વાળાને સરાહનીય કામગીરી કરવા બદલ ૮ વખત અધિકારીઓ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામા આવ્યું હતું. ત્યારબાદ આજે તેઓની જીલ્લામા પ્રસશનીય કામગીરી કરવા બદલ જીલ્લા કલેક્ટર તેમજ જીલ્લા પોલીસ વડાએ સન્માનિત કર્યા હતા…
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


