Gujarat

રાણપુર તાલુકામાં સરકારી કચેરીઓ અને સ્કુલો માં ૧૫ મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી

૧૫મી ઓગસ્ટ ના સ્વતંત્રતા દીવસે રાણપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ બરાનીયા ગામે ઉજવાયો…

 ૧૫ મી ઓગષ્ટ ના રોજ સ્વતંત્ર દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહીશે ત્યારે આજે ૧૫ મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસની ઉજવણી રાણપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ બરાનીયા ગામે પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો અને બરવાળા પ્રાંત અધિકારી પી.ટી.પ્રજાપતિ એ ધ્વજવંદન કર્યુ હતુ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે ૧૫ મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ ની ઉજવણી રાણપુર તાલુકા ના માલણપુર,બોડીયા, બરાનીયા, દેવળીયા ,નાગનેશ, કનારા કેરીયા, અણીયાળી, ધારપીપળા, સાંગણપુર, ગઢીયા, દેરડી ,અલમપુર, ઉમરાળા, કુંડલી, બુબાવાવ ,રાજપરા, ખોખરને, હડમતાળા, અને તાલુકા ના તમામ ગામોની પ્રાથમિક શાળા ખાતે ધ્વજ ફરકાવીને રાષ્ટ્રગીત ગાય અને વિદ્યાર્થી ઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્વાગત ગીત ગાયને આમંત્રિત મહેમાનોનું અને આગેવાનો અને પદાધિકારીઓનું સન્માન કર્યું હતું અને શાળાઓમાં વિદ્યાર્થીઓ ને પ્રથમ ક્રમ દ્વિતીય ક્રમ અને ત્રીજા ક્રમે આવેલ વિદ્યાર્થીઓ ને મોમેન્ટ ભેટ આપીને આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓનો જુસ્સો ઉત્સાહ વધાર્યો હતો.તેમજ
કરમડ શ્રીજી વિદ્યાધામ ખાતે પૂજ્ય શ્રીજીસ્વરૂપ સ્વામી, રાણપુર શહેરમાં ગીતાંજલી સ્કુલ ખાતે વલ્લભભાઈ ધરજીયા,જન્મભૂમિ હાઈસ્કુલ ખાતે મુકુંદભાઈ વઢવાણા,હેત વિદ્યાલય ખાતે મોજમીન કોઠારીયા,સી.એસ.ગદાણી ખાતે સંજીવભાઈ ગદાણી,સર્વોદય સ્કુલ ખાતે અશોકસિંહ ડોડીયા,મનુભાઈ શેઠ સ્કુલ ખાતે પ્રકાસભાઈ સોની,મોડલ સ્કુલ ખાતે કીરીટભાઈ રાઠોડ,તાલુકા શાળા ખાતે હસમુખભાઈ પટેલ,સાંકળીબાઈ કન્યાશાળા ખાતે કાળુભાઈ પઠાણ,તાલુકા પંચાયત ખાતે વિનોદભાઈ સોલંકી સહીત વિવિધ સ્કુલો અને સરકારી કચેરી ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ…..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230815-WA0088.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *